નર્મદા ડેમ સંપૂર્ણ ભરવાની મંજૂરી મળી

New Update
નર્મદા ડેમ સંપૂર્ણ ભરવાની મંજૂરી  મળી

સુપ્રીમ કોર્ટ અને નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ તબક્કાવાર નર્મદા ડેમ સંપૂર્ણ ભરવા માટેની મંજૂરીઓ આપી છે. આથી, સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા બંધ હોવાનું જણાવતા નર્મદા વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ૨૦મી ઓક્ટોબર ૨૦૧૭ સુધીમાં ૧૩૮.૬૮ મીટર સુધી સંપુર્ણ ડેમ ભરાય ત્યાં સુધીની મંજૂરી મળ્યાનું જાહેર કર્યુ છે.

વર્ષોથી ૧૨૧.૯૨ મીટરની ઉંચાઈથી નર્મદા ડેમ ઓવરફ્લો થતો જોતા ગુજરાતીઓ માટે એ દ્રશ્યો હવે જુના થઈ ગયા છે ! અત્યારે ડેમમાં પાણીની સપાટી ૧૨૧.૪૫ મીટરે પહોંચી છે અને ૨૪ કલાકમાં ૧૫ સે.મી.ની સપાટી ઉંચકાઈ રહી છે. આમ છતાંય, ગતવર્ષ સુધી ૧૨૧.૯૨ મીટરે ડેમને ઓવરફ્લો થતી સપાટીએ આગામી ત્રણ-ચાર દિવસમાં પાણી પહોંચશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, નર્મદા બંધમાં કેટલુ પાણી ભરવુ તેના માટેની મંજુરી નર્મદા કંટ્રોલ ઓથોરિટી દર ૧૦ દિવસે આપે છે. ૧૦મી ઓગષ્ટ સુધીમાં ૧૨૭.૪૦ મીટરની મંજૂરી મળી છે, એટલે પહેલીવાર પાણીની સપાટી વર્ષો પછી બેસાડવામાં આવેલા દરવાજે પહોંચશે. એ જ રીતે ઓગષ્ટના અંત સુધીમાં ૧૩૦.૫૯ મીટર સુધી પાણી ભરી શકાશે.