નર્મદા નદીને બચાવવા નર્મદા એક્ટિવિસ્ટો દ્વારા કરાયો જન સંપર્ક અભિયાનનો પ્રારંભ

New Update
નર્મદા નદીને બચાવવા નર્મદા એક્ટિવિસ્ટો દ્વારા કરાયો જન સંપર્ક અભિયાનનો પ્રારંભ

જન સંપર્ક અભિયાનનો પ્રારંભ

નર્મદા નદીમાં નિયમ મુજબ પાણી ન છોડાતાં નર્મદાના બંને કાંઠે વહેતા લોકોમાં રોષની લાગણી જોવા મળે છે. દરિયાની ખારાશને રોકવા સરકારે ૧પ૦૦ કયુસેક પાણી છોડયા પછી પણ ભરૂચ સુધી પાણી ન આવતા સરકારની દરીયાની ખારાશને રોકવાના પ્રયાસનો ફિયાસ્કો થયો છે. નર્મદા નદી સુકી ભઠ બનતા તેના દુષ્પરિણામો હજુ પણ ચાલુ જ છે. જેને લઇ લોકોમાં જનજાગૃતિ લાવવા માટે નર્મદા બચાવો જળ – જમીન અને જીવસૃષ્ટિ બચાવો અભિયાન હેઠળ નર્મદા એક્ટિવિસ્ટોએ મેદાનમાં આવી જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો છે. જેમાં નર્મદા નદી માટે લોકોના અભિપ્રાય લેવામાં આવી રહ્ના છે.

નર્મદા નદી હાલ પોતાના અસ્તિત્વ સામે લડી રહી છે. નર્મદા ડેમમાં પાણી ન છોડાતા દરિયાના ખરાં પાણી છેક ૬૦ કિ.મો. દૂર સુધી નર્મદામાં ફરી વળ્યા છે. હાલ નર્મદામાં મીઠા પાણીની જગ્યાએ દરિયાના ખારાપાણી જાવા મળે છે. ધીરે ધીરે તેના દુષ્પરિણામો સામે આવી રહયા છે. સાંસદ મનસુખભાઇ વસાવાએ ભાજપ અને સંઘ પરિવારના લોકોને સાથે રાખી મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. જેમાં દરિયાની ખારાશને રોકવા માટે ભરતીના સમયમાં મહિનામાં બે વખત ૧પ૦૦ કયુસેક પાણી છોડવા માટે સરકાર તૈયાર થઇ હતી.

જાકે પાણી છોડયા બાદ ૧પ૦૦ કયુસેક પાણી ભરૂચ સુધી પણ પહોંચ્યા ન હતા. જેને લઇ દરિયાની ખારાશ નર્મદા નદીમાં થતી રોકવાનો સરકારનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. આમ છતાં પણ સરકાર વધુ પાણી છોડવાના સ્થાને અને નિયમિત પાણી ન છોડતા પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. જેને લઇ ભરૂચ જિલ્લાના નર્મદાના કાંઠે વસતા લોકોમાં રોષ ઉભો થયો છે. નર્મદા નદી માટે લોકોમાં જાગૃતતા આવે અને એક સાથે નર્મદામાં પાણી છોડવા માટે આંદોલનતાત્મક પ્રયાસ હાથ ધરે તે માટે નર્મદા એક્ટિવિસ્ટોએ અનોખો જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો છે.

આ અભિયાનના ભાગરૂપે ભરુચના પાંચબત્તી વિસ્તાર અને શક્તિનાથ વિસ્તારમાં લોકોને અપીલ કરી તેમની પાસે ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. આ ફોર્મમાં નર્મદા નદીની અવદશા પાછળ જવાબદાર કોણ અને નર્મદા નદીમાં પાણી ન છોડાય તો શું કરવું જાઇએ તે સહિતના પ્રશ્નોનો સમાવેશ કરાયેલો છે. નર્મદા એક્ટિવિસ્ટોની અપીલને ધ્યાને લઇ લોકોએ પોતાના અભિપ્રાયો આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ભરૂચના મુખ્ય સ્થાનો ઉપર રોજેરોજ આ જનસંપર્ક અભિયાન હાથ ધરાનાર છે જેમાં ભરૂચ જિલ્લામાં નર્મદા કાંઠે વસતા લોકોને પોતાના અભિપ્રાય આપવા માટે નર્મદા એક્ટિવિસ્ટોએ અપીલ કરી છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે જનસંપર્ક અભિયાન બાદ તમામ ભરાયેલા ફોર્મનું એનાલીસીસ કરી લોકોના રિવ્યુ કયા પ્રકારના છે તે જાહેર કરવામાં આવશે અને આ તમામ ફોર્મ રાજ્ય સરકારને મોકલાવી નર્મદા નદીમાં નિયમ મુજબ રોજેરોજ પાણી છોડવાની માંગ ઉઠાવવામાં આવશે.

Latest Stories