Connect Gujarat
ગુજરાત

નવસારીઃ વિજલપોર પાલિકામાં ભારે હંગામો, પ્રમુખ સામે સભ્યોએ કર્યો હતો બળવો

નવસારીઃ વિજલપોર પાલિકામાં ભારે હંગામો, પ્રમુખ સામે સભ્યોએ કર્યો હતો બળવો
X

પ્રમુખ સામે થયેલી અવિશ્વાસની દરખાસ્ત બાદ વિશ્વસાસ મત જીતવા માટે મળેલી સભામાં હંગામો થતાં મોકુફ રહી

નવસારી જિલ્લાની વિજલપોરપાલિકાના સત્તાધારી પક્ષ ભાજપ બે જૂથોમાં વહેચાઇ જતા તત્કાલીન પાલિકા પ્રમુખ પર 14 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મુકી હતી. જે બાદ પાલિકામાં સામાન્યસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન વિજલપોર પાલિકા પ્રમુખે વિશ્વાસનો મત જીતવાનો હતો. પરંતુ મતદાન પ્રક્રિયાને લઈને પાલિકાની સભામાં ભારે હોબાળો મચ્યો હતો. જેના પગલે ચૂંટણી અધિકારી તરીકે ચીફઓફિસરે સભા બરખાસ્ત કરી દીધી હતી. અવિશ્વાસ પ્રસ્તાવ કરનાર બળવાખોરોએ ગુપ્ત મતદાનની માંગણી કરી હતી.

જયારે ભાજપના શાસકોએ હાથ ઊંચો કરી મતદાનની માંગણી કરતા મામલો કાબુ બહાર જાય તેવી શકયતાને લઈને સભા બંધ કરવી પડી હતી. આ સમગ્ર મામલો વધુ પેચીદો બનતાં ચીફ ઓફિસરે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.

નવસારી જીલ્લાના વિજલપોરમાં પાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો હતો. પુ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તને લઈ ગુપ્ત મતદાન કરવા જણાવતા હોબાળો થયો હતો. ભાજપ અને કોંગ્રેસના પાલિકા સભ્યો સામસામે આવી જતા મામલો ગરમાયો હતો. 14 કોર્પોરેટરોએ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરી હતી.

દરખાસ્ત બાદ પોલીસે પાલીકા પાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દિધો. વિજલપોર નગરપાલિકામાં છેલ્લાં દોઢ-બે મહિનાથી શાસક ભાજપમાં બે જૂથ પડી ગયા હતાં. જેમાં એક જૂથમાં પાલિકા પ્રમુખ જગદીશ મોદી, કારોબારી ચેરમેન પ્રકાશ પાટીલ તથા અન્ય સભ્યો છે. તો બીજા જૂથમાં પાલિકા ઉપપ્રમુખ સંતોષ પુંડકર, શાસક પક્ષના નેતા મહેન્દ્ર ટંડેલ તથા અન્યો છે.

બે જૂથો વચ્ચે જન્માષ્ટમી પર્વે વિવાદ વકર્યો હતો. જેના પગલે 11મી સપ્ટેમ્બરે તો નારાજ ગ્રુપનાં મહેન્દ્ર ટંડેલ સહિતના 13 પાલિકાનાં કાઉન્સીલરોએ પાલિકા પ્રમુખ જગદીશ મોદી સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી દીધી હતી. અવિશ્વાસની દરખાસ્ત દાખલ થયા બાદ પણ ભાજપ મોવડીમંડળે સમાધાનના પ્રયાસ કર્યા હતાં.

પ્રમુખ પર સભ્યોએ પસાર કરેલા અવિશ્વાસની દરખાસ્તનાં કેટલાંક કારણો સામે આવ્યા હતા. જેમાં 14 સભ્યોના વિસ્તારોમાં કામો નહીં થવા , પાલિકામાં બળવાખોરોનો અવાજ દબાવી દેવો, મહિલાઓનું સન્માન ન જાળવવું, વિશ્વાસમાં લીધા વગર નિર્ણય લેવા, સામાન્યસભાની જાણકારીઓ ન આપવી. આ બધા મુદ્દાઓને આગળ ધરી સત્તા પક્ષમાં તડા પડતાં બે પક્ષમાં વહેંચાઈ ગયો હતો.

Next Story
Share it