/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-284.jpg)
અપારશક્તિઓના ખજાનાની જ્યાં સુધી ખોજ ન થાય ત્યાં સુધી ખજાનાની મહત્વતા થી સૌકોઈ અજાણ રહી જતા હોય છે જેને ધ્યાને લઈને રાજય સરકારે ખેલ મહાકુંભની શરૂઆત કરીને ખજાનાના ચમકતા સિતારાઓની ભારતને ભેટ આપી છે જેને કારણે વિશ્વની ધરા પર વિજય હાંસલ કરવા પસંદગીઓ પામી રહ્યા છે જેમાં નવસારી શહેરનો ઝૂડો પ્લેયર કોમન વેલ્થ ગેમ્સમાં સિલેક્ટ થતા ગોલ્ડ મેડલની આશા બુલંદ કરી છે.
ઝુંડોની શરૂઆતથી અવિરત અજય રહેલો ૨૨ વર્ષીય અજય મિસ્ત્રી શાળાઓમાં તેમજ ખેલમહાકુંભમાં રાજ્ય લેવલ પર સુવર્ણ પદક ગળામાં ધારણ કરી ચુક્યો છે અને ઝુંડોની સ્પર્ધામાં ભારતભરમાં બ્રોન્ઝ મેળવીને પોતાની આવડત છતી કરી છે જેને લઈને અજય વિજયી થવાની આશા સાથે કોમન વેલ્થમાં સિલેક્ટ થતા આકરી તાલીમો લઈને હરીફને પરાસ્ત કરવા કમરકસી રહ્યો છે.
કોમન વેલ્થ ગેમ્સમાં ૩૫થી વધુ દેશના હટ્ટા કટ્ટા સ્પર્ધકો સામે આપણા નવસારી જિલ્લાંનો અને ગુજ્જુ ગણાતો સાહસી યુવાન સ્પર્ધામાં આકરી કસોટીઓ વાળી કસરત અને સમય આપી રહ્યો છે જેમાં કોઈ કસર બાકી ન રહે તે માટે શાળાના કોચ ની સતત નજર હેઠળ ઝુંડોની તાલીમ લઇ રહ્યો છે નવસારી જિલ્લાના ઝુંડોના જન્મ દાતાની ટાટા બોયસ શાળાનો વિદ્યાર્થી હોવાથી પણ વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે.