નવસારીના સોનવાડી ગામે ખેતરમાં મુકેલા શેરડીના કુચામાં લાગી આગ

New Update
નવસારીના સોનવાડી ગામે ખેતરમાં મુકેલા શેરડીના કુચામાં લાગી આગ

નવસારીના સોનવાડી ગામની ઘટના

ખેતરમાં મુકેલા શેરડીના કુચામાં લાગી આગ

વધુ પડતી ગરમી હોવાથી લાગી આગ

ગણદેવી અને નવસારીના બે ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રસવાસો ચાલુ

સદનસીબે કોઈ મોટી જાનહાની નહી

સૂર્યદાદા પોતાની શક્તિનો પરચો બતાવીને જનજીવનને ગરમીથી દઝાડ્યા છે જેમાં સૂકો ઘાસચારો ગણાતો શેરડીનો કુચો પણ સુરજદાદાના પ્રભાવમાં આવી ગયો છે.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ સોનવાડી ગામે ખેતરમાં રાખેલ શેરડીનો કુચો વધુ પડતી ગરમીના કારણે સળગી ઉઠ્યો હતો અને મોટી આગમાં ફેરવાયો હતો. જેને કાબુમાં લાવવા બે અગ્નિશામક વાહનો દ્વારા આગને કાબુમાં લાવવામાં આવી હતી. ઢોરના ખોરાક તરીકે રાખવામાં આવેલ શેરડીનો કુચો બળીને ખાખ થયો હતો.