/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-92.jpg)
આડાસંબંધો નજરે નિહાળવા પણ મોંઘા પડતા હોય છે. જે સંબંધો સમાજ સામે ઉઘાડા ના પડે તે માટે આડા સંબંધોની નજરે જોનારાને જીવ ગુમાવવાનો વારો પણ આવી શકે છે. જી હા આવોજ એક કિસ્સો નવસારીના સુઠવાડમાં બન્યો છે. આડા સંબંધોની જાણ સસરાને થતા વહુના પ્રેમીએ સસરાનું કાસળ કાઢી નાખ્યું છે.
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુઠવાડ ગામે લગ્નેતર સંબંધમાં હત્યાનો કિસ્સો બહાર આવ્યો છે. સુઠવાડ ગામની એક મહિલાની નજર એમનાજ ફળિયામાં અજય પટેલ નામના વ્યક્તિ સાથે પ્રેમ થઇ જતા અવાર નવાર મળવા જવાનું થતા મહિલાના ઘરે ખબર પડી ગઈ હતી. જેના કારણે નાનામોટા ઝગડાઓ થતા આવતા હતા. પરંતુ ગઈકાલે રાત્રિની ધમાલ પતિ પત્ની વચ્ચે ચાલી રહી હતી. જેમાં પ્રેમી દખલગીરી કરતા મારા મારી પર ઉતારી આવ્યો હતો. અને વચ્ચે પડેલા મહિલાના સસરા પર માથાનાભાગે તૂટી પડતા સસરાનું મોત નીપજ્યું હતું. આરોપીના પ્રેમીએ સસરાને પતાવવામાં પોતાનાભાઇ મનોજની પણ મદદગારી લેતા પોલીસે બન્નેને દબોચી લીધા છે.