New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/Final-Logo.jpg)
નવસારીને અડીને આવેલ ઇટાળવા ગામની પોદાર શાળાની બાજુમાં આવેલ એક આંબાના ખેતરમાં ફાર્મ હાઉસનું કામ માટે ખોદાણ ચાલતું હતું. જેમાં માટીની દીવાલ ઘસી પડતા ૩ મજૂરો દબાયા હતા. જેમાં ૨ મજૂરો ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
જયારે નવસારી ફાયર વિભાગના કર્મીઓએ ૧ મજુરનો બચાવ કર્યો હતો. જેની હાલત ગંભીર થતા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગમખ્વાર બનેલ ઘટનાને લઈને શ્રમિક પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. મૃત્યુ પામેલ બંને મજુર મહારાષ્ટ્રના નંદુરબારના હોવાનું જાણવા મળેલ છે.