નાના વાહન ચાલકો માટે આવશે અચ્છેદિન,ટોલ ટેક્ષ માંથી મળશે મુક્તિ

New Update
નાના વાહન ચાલકો માટે આવશે અચ્છેદિન,ટોલ ટેક્ષ માંથી મળશે મુક્તિ

વલસાડમાં વન મહોત્સવ ના કાર્યક્રમ માં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કરી જાહેરાત

કાર અને નાના વ્હિકલ ધારકો માટે સારા સમાચાર છે. 15 ઓગષ્ટથી કારચાલક તેમજ નાના વ્હિકલે ટોલ ટેક્સ ચૂકવવામાંથી મુક્તિ આપવામાં આવશે.

વલસાડમાં યોજાયેલા 67માં વન મહોત્સવ અને આમ્રવન લોકાર્પણના કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે ટ્વિટ કરીને પણ આ વિશે માહિતી આપી હતી.

7

આનંદીબેન પટેલની આ મહત્વની જાહેરાતથી કારધારકો અને નાના વ્હિકલ ધરાવતા લોકોને ઘણી રાહત થશે.