/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/maxresdefault-77.jpg)
ભરૂચ જિલ્લા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા નેત્રંગ ખાતે યોજાયેલ સંકલ્પ થી સિદ્ધિ ન્યુ ઇન્ડિયા મંથન કાર્યક્રમમાં અધિકારીઓની ગેરહાજરીનાં કારણે સાંસદ મનસુખ વસાવા રોષે ભરાયા હતા. અને કાર્યક્રમને વેઠ ઉતારવામાં માટે આયોજીત કરવામાં આવ્યો હોવાનું જાણવીને કાર્યક્રમને છોડીને જતા રહ્યા હતા.
કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર ખેડૂતો આધુનિક ખેતી થી બમણી આવક મેળવતા થાય અને આર્થિક રીતે સક્ષમ બને તે હેતુસર વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે, જોકે આ પ્રકારનાં કાર્યક્રમોમાં જવાબદાર અધિકારીઓને જ રસ ન હોવાનો તાજો દાખલો ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે જોવા મળ્યો હતો.
બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,ભરૂચ દ્વારા આયોજીત સંકલ્પ થી સિદ્ધિ ન્યુ ઇન્ડિયા મંથન કાર્યક્રમ નેત્રંગનાં સ્વામિનારાયણ મંદિરના હોલમાં આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સાંસદ મનસુખ વસાવા હાજર રહ્યા હતા, પરંતુ જિલ્લાના જવાબદાર અધિકારીઓ, સરપંચો ઉપસ્થિત ન રહેતા મનસુખ વસાવાએ તમામનો ઉધડો લીધો હતો.
સાંસદ મનસુખ વસાવાએ રોષ પૂર્વક અધિકારીઓને ખખડાવી નાખ્યા હતા અને કાર્યક્રમ માત્ર વેઠ ઉતારવા માટે યોજવામાં આવ્યો હોવાનું જણાવીને કાર્યક્રમ છોડીને જતા રહ્યા હતા.