/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/11/bharat_bandh_2sep.jpg)
કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય ચલણ માંથી રૂપિયા 500 અને 1000ની નોટ બંધ કરવામાં આવતા સરકાર ના આ નિર્ણય સામે વિપક્ષો એક જુથ્થ થઇ ને ઉગ્ર લડત આપી રહ્યા છે, અને આગામી 28મી નવેમ્બર ના રોજ ભારત બંધનું એલાન પણ કરવામાં આવ્યુ છે.
રૂપિયા 500 અને 1000ની નોટ ચલણ માંથી રદબાતલ કરવામાં આવતા લોકો માટે આ ચલણ હવે કાગળ બની ગયુ છે, પરંતુ છુટા રૂપિયા અને બેંકો માંથી નાણાં બદલાવવા માટે લોકોને પડી રહેલી હાડમારી બાદ વિપક્ષ દ્વારા સરકાર સામે મોરચો માંડવામાં આવ્યો છે.
સંસદ માં ચાલી રહેલા શિયાળુ સત્ર માં પણ વિપક્ષે હંગામો કરીને ગૃહ બંધ રહેવાની ફરજ પડી હતી, વિપક્ષ દ્વારા પ્રધાનમંત્રી ગૃહ માં આ અંગે નિવેદન આપે અને નિયમ 156 હેઠળ ચર્ચા કરે તેવી માંગ કરી છે.
વિપક્ષે મોદી સરકાર સામે મોરચો માંડી ને જંતર મંતર ખાતે પશ્ચિમ બંગાળ ના મુખ્યમંત્રી મમતા બેનર્જી એ ધરણા કર્યા પણ કર્યા હતા. 13 જેટલા રાજકીય પક્ષો ના 200 થી વધુ સાંસદો એ ગાંધી સ્ટેચ્યુ પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતુ. જેમાં કોંગ્રેસ ના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ જોડાયા હતા. અને આગામી તારીખ 28મી નવેમ્બર 2016 સોમવાર ના રોજ ભારત બંધનું એલાન આપ્યુ છે.