Connect Gujarat

નોટબંધી પછી સરકારને ટેક્સથી અત્યાર સુધી મળ્યા 6000 કરોડ

નોટબંધી પછી સરકારને ટેક્સથી અત્યાર સુધી મળ્યા 6000 કરોડ
X

નોટબંઘી બાદ કેન્દ્ર સરકાર દ્વારા કાળા નાણાં વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે,જે અંતર્ગત એસઆઇટી જસ્ટિસ અરિજિત પસાયતે મિડીયાને જણાવ્યુ હતુ કે નોટબંધી ની ઘોષણા કર્યા પછી અત્યાર સુધી આઇટી ના સર્વે માં 6000 કરોડ સુધી કાળુ નાણુ જપ્ત કરવામાં આવ્યુ છે,અને કહ્યુ હતુ કે હજુ પણ ઉમ્મીદ છે કે કાળુ નાણું બહાર આવશે ને રૂપિયામાં વધારો થઈ શકે છે.

એસઆઈટી ચેરમેન જસ્ટિસ એમ બી શાહે મિડીયાએ જણાવ્યુ હતુ કે કાળુ નાણાંની વિરુદ્ધ કેટલીક વિભિન્ન એજન્સી દ્રારા અભિયાન ચલાવવામાં આવ્યુ છે અને ટેક્સ અધિકારીઓ અત્યાર સુધીમાં 6000 કરોડ રૂપિયા જપ્ત કર્યા હોવાનું જાણવા મળ્યુ છે.

Next Story
Share it