પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર, સોમનાથમાં ઉમટી ભક્તોની ભીડ

New Update
પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર, સોમનાથમાં ઉમટી ભક્તોની ભીડ

શ્રાવણનો અંતિમ સોમવાર સાથે જ જન્માષ્ટમીના પ્રસંગે ભક્તો હરિ-હર તીર્થમાં ઉમટ્યા, સવારે શિવભજનોની સાથે કૃષ્ણ ભક્તિમાં ભક્તો લીન થયા હતા.

વહેલીસવારે પ્રાતઃ મહાપૂજન બાદ સોમનાથ મહાદેવને પિતાંબર અને વિવિધ પુષ્પોથી શૃંગાર કરવામાં આવેલ જેના દર્શનની ઝાંખીથી ભક્તો ધન્ય બન્યા હતા. સોમનાથ મંદિરમાં આરતી બાદ જય સોમનાથ જયશ્રી કૃષ્ણનો નાદ ગુંજી ઉઠ્યો હતો.