પાંચમા વિશ્વ યોગ દિને સમગ્ર ડાંગ જિલ્લો બન્યો યોગમય

New Update
પાંચમા વિશ્વ યોગ દિને સમગ્ર ડાંગ જિલ્લો બન્યો યોગમય

વિશ્વ યોગ દિવસ-ર૧મી જૂને સમગ્ર વિશ્વ યોગમય બન્યું હતું ત્યારે ડાંગ જિલ્લો યોગમય બને તે માટે મુખ્ય કાર્યક્રમોના આયોજન સહિત, જિલ્લા/તાલુકા કક્ષાએ દસ સ્થળો તેમજ શાળા,એન.જી.ઓ સહિત મોટે પાયે યોગના કાર્યક્રમોનું આયોજન, રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર તેમજ ડાંગ જિલ્લાના વહિવટ તંત્રના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.

પાંચમાં વિશ્વ યોગ દિન નિમિત્તે જિલ્લા કલેકટરે દીપ પ્રાગટ્ય કરતા જણાવ્યું હતું કે સમગ્ર ડાંગ જિલ્લામાં નાના-મોટા અનેક સ્થળોએ યોગાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ,સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્થાનિક નાગરિકો સહિત કુલ ૪૭૭ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ૧૧ યોગા સેન્ટરો, જિલ્લાના પાંચ યોગા સેન્ટરો તેમજ ત્રણ તાલુકા કક્ષાના છ કેન્દ્રો મળીને કુલ ૪૮૮કેન્દ્રોમાંથી ૬૮,૦૬૦ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દરેક કેન્દ્રો ઉપર માસ્ટર ટ્રેનરોએ ઉપસ્થિત રહી યોગની તાલીમ આપીને સમગ્ર ડાંગ જિલ્લાને યોગમય બનાવ્યો હતો.

આહવા ખાતે ડાંગ સ્વરાજ આશ્રમ ઉપરાંત પોલીસ પરેડ ગ્રાઉન્ડ, રંગ ઉપવન, ખેડૂત તાલીમ કેન્દ્ર, દીપદર્શન સ્કૂલ અને ગિરિમથક સાપુતારા ખાતે લેક વ્યૂ ગાર્ડન ખાતે પણ યોગ નિદર્શનના કાર્યક્રમો યોજાયા હતા. આહવા ઉપરાંત જિલ્લાના વઘઇ તાલુકામાં તાલુકા મથક ખાતે સરકારી ખેતીવાડી માધ્યમિક શાળા, અને તાલુકા સેવા સદન ખાતે, તથા સુબિર તાલુકા મથકે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, અને નવજ્યોત હાઇસ્કૂલ ખાતે પણ યોગના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા.

વિશ્વ યોગ દિવસ નિમિત્તે જિલ્લા પોલીસ અધિક્ષક શ્વેતા શ્રીમાળી,ઈ.ચા. જિલ્લા વિકાસ અધિકારી જે.ડી.પટેલ,નિવાસી અધિક કલેકટર ટી.કે.ડામોર, પ્રાંત અધિકારી કાજલ ગામીત,મદદનીશ વન સંરક્ષક ટી.એન.ચૌધરી, મામલતદાર પી.બી.ગવળી, જિલ્લા શિક્ષણાધિકારી એમ.બી.ભુસારા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.એલ.પવાર, મદદનીશ યુવા પ્રાંત રાહુલભાઈ તડવી સહિત જિલ્લાના તમામ અધિકારી/કર્મચારીઓ તેમજ સમગ્ર પ્રજાજનોએ મોટી સંખ્યામાં ભાગ લઇ યોગ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Latest Stories