પાકિસ્તાન મુલાકાત બાદ ગૃહમંત્રી રાજનાથસિંહે રાજ્યસભામાં આપ્યું નિવેદન

New Update
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહનો દાવો 2022 સુધી આતંકવાદ ખતમ થશે

પાડોશી પાકિસ્તાન છે કે માનતું જ નથી,રાજનાથસિંહ

પાકિસ્તાનમાં યોજાયેલ સાર્ક દેશના ગૃહમંત્રીઓ ની કોન્ફરન્સ માંથી પરત ફરેલા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ એ તારીખ 5મી નારોજ શુક્રવારે રાજ્યસભા માં સંબોધન કર્યું હતું.

રાજનાથસિંહ એ રાજ્યસભા માં જણાવ્યું હતું કે કોન્ફરન્સ માં આતંકવાદ વિરુદ્ધ ભારત નો મજબૂત પક્ષ મુક્યો હતો.તેઓએ પોતાની ધારદાર રજૂઆતો અંગે વધુ માં જણાવ્યું હતું કે આતંકવાદી ઓ જ નહિ પરંતુ આતંકવાદ ને પ્રોત્સાહન આપતા સંગઠનો અને રાષ્ટ્રો ની સામે પણ કડક કાર્યવાહી કરવી જોઈએ.આતંકવાદી શહીદ ન હોઈ શકે.સારો આતંકવાદ અને ખરાબ આતંકવાદ એમ બે ભાગ ન હોઈ શકે.જયારે તેઓએ આતંકવાદ અને ગુનાખોરી સામે સાર્ક રાષ્ટ્રોની સંધિ ને માન્યતા નથી આપી તે મુદ્દે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો.રાજનાથસિંહે પઠાણ કોટ,કાબુલ અને ઢાકા માં થયેલા આતંકી હુમલાઓનો ઉલ્લેખ કર્યો હતો.

<>તેઓએ કટાક્ષ કરતા જણાવ્યું હતું કે તમામ વડાપ્રધાનો એ પાકિસ્તાન સાથે સંબંધ સુધારવા માટે બનતા પ્રયાસો કર્યા છે પરંતુ આ પાડોશી પાકિસ્તાન છે કે જે માનતો જ નથી.વધુ માં તેઓએ મહિલા અને બાળ કલ્યાણ માટે મોદી સરકારે લીધેલા પગલા અંગે સાર્ક રાષ્ટ્રો ને માહિતી આપી હતી.

રાજ્યસભામાં આ ચર્ચા સમય દરમિયાન વિપક્ષે પણ તેઓના વલણ ની પ્રશંસા કરી હતી.