પાકે.મુંબઇ હુમલાના મુખ્ય શંકાસ્પદને નિર્દોષ જાહેર કર્યો

New Update
પાકે.મુંબઇ હુમલાના મુખ્ય શંકાસ્પદને નિર્દોષ જાહેર કર્યો

ગત મહિને લશ્કરના એક પૂર્વ આતંકવાદીને 2008ના મુંબઇ આતંકવાદી હુમલામાં સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ આતંવાદીને પાકિસ્તાનને નિર્દોષ જાહેર કર્યો છે.

મળતી માહિતી મુજબ સુફાયાન ઝફર પર મુંબઇ આતંકવાદી હુમલા માટે 14,500 રૂપિયાની નાણાંકિય મદદ કરવાનો આરોપ હતો. તે અગાઉ પણ તેના સહ આરોપી જમીલ રિયાઝને 30,00,00,98 રૂપિયાની મદદ કરવાનો આરોપ હતો.

પાકિસ્તાની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ આજે સુફાયાન ઝફર વિરુદ્ધ કોઇ પુરાવા ન મળ્યા હોવાનું જણાવી તેને નિર્દોષ જાહેર કર્યો હતો.

FIAના એક અધિકારીએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન ઝફર વિરુદ્ધ કોઇ પણ પુરાવો મળ્યો નથી. ઝફર પર આરોપ હતો કે તેણે મુંબઇ હુમલા માટે ધરપકડ કરાયેલ એક શંકાસ્પદને નાણાંકીય મદદ કરી હતી. પરંતુ તપાસ દરમિયાન તે સાબિત થઇ શક્યુ નથી. તેમણે જણાવ્યું હતું કે કથિત આરોપો માટે કોર્ટમાં ઝફર વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવશે નહી.