પાટણની રાણીની વાવ હવે UAEમાં બની રહેલા પ્રથમ હિંદુ મંદિરમાં ચમકશે…!

New Update
પાટણની રાણીની વાવ હવે UAEમાં બની રહેલા પ્રથમ હિંદુ મંદિરમાં ચમકશે…!

પાટણની વર્લ્ડ હેરિટેજ વાવને નિહાળવા મંગળવારે બીએપીએસના સાધુ બ્રહ્મવિહારીદાસજી સહિત સંતો, આર્કિટેક અને એન્જિનિયરો મુલાકાતે આવ્યા હતા. રાણીની વાવને નિહાળી તેમના ભવ્ય વારસા અને કલા-કોતરણી નિહાળી અભિભૂત થઇ આનંદવિભોર બની ગયા હતા. યુએઈ ખાતે નિર્માણ પામી રહેલા સૌપ્રથમ હિંદુ મંદિરમાં રાણીની વાવની બેનમૂન કલા-કારીગરી અને ડીઝાઈન દર્શાવામાં આવશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.

પાટણમાં આવેલી વર્લ્ડ હેરિટેજ રાણીની વાવ જગવિખ્યાત બનવા પામી છે. તેની નામના આજે વિશ્વભરમાં પ્રખ્યાત બની છે ત્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સાધુ બ્રહ્મવિહારીદાસજી સહિત સંતો, આર્કિટેક અને એન્જિનિયરોની ટીમ રાણીની વાવ નિહાળવા આવ્યા હતા. ઉપસ્થિત તમામને રાણીની વાવના ભવ્ય ઈતિહાસ અને તેના બાંધકામથી માહિતગાર કરવામાં આવ્યા હતા.

publive-image

આ તજજ્ઞોએ બેનમૂન ભવ્ય કલા-કોતરણી તેમજ રાણીની વાવમાં કંડારાયેલા સ્થાપત્યો નિહાળ્યા હતા.જેને જોઈ વિદેશીઓ આ પ્રાચીન વારસાના વખાણ કરી આનંદવિભોર બન્યા હતા. તેમની સાથે આવેલા આર્કિટેક અને એન્જિનિયર માઈકલ મેગીલ સહિતના તમામ નિષ્ણાતોએ સમગ્ર રાણીની વાવને નિહાળી તેની ડીઝાઇન અને તેના દૃશ્યોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો.આ અભ્યાસ બાદ તેઓ મોઢેરાના સૂર્યમંદિરની મુલાકાત પણ લીધી હતી અને ત્યાંના પ્રાચીન વારસાનો પણ અભ્યાસ કર્યો હતો.

યુએઈના અબુધાબીમાં નિર્માણ પામી રહેલા મંદિરમાં રાણીની વાવની ઝલક દેખાશે

રાણીની વાવની કલા-કારીગરી શ્રેષ્ઠ છે. આ સ્થાપત્યો ફકત કલાકોતરણી માટે જ પ્રખ્યાત નથી, પરંતુ દરેક સ્થાપત્ય પાછળ એક ભાવાર્થ છુપાયેલો છે. આજ તેની સુંદરતા અને ભવ્યતાનો પુરાવો છે.તેમજ યુએઈના અબુધાબી ખાતે નિર્માણાધીન મંદિરમાં રાણીની વાવની ભવ્યતાના ફ્લેક્સ સહિત તેની ડીઝાઈન મૂકવા માટે આર્કિટેક અને એન્જિનિયરો દ્વારા પણ તેનું નિરીક્ષણ કરાયું છે. પાટણની આ વર્લ્ડ હેરીટેજ વાવ, મોઢેરા સૂર્યમંદિર સહિત ભવ્ય ઐતિહાસિક વિરાસતોની ભવ્યતા દુબઈમાં પણ લોકો જોઈ શકે તે માટેનો એક પ્રયાસ રહેશે. સાધુ બહ્મવિહારીદાસજી