પાલેજ ખાતે આવેલી ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ કંપનીમાં કામદારોના પડતર પ્રશ્નોને લઇ હડતાળના એંધાણ

0
419

નેશનલ હાઇવે નંબર ૪૮ પર ભરૂચના પાલેજ નજીક આવેલી ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ કંપનીમાં કામ કરતા કામદારોના પડતર પ્રશ્નોને લઇ કામદારો દ્વારા કંપની વિરુદ્ધ હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવે એવા એંધાણ વર્તાઇ રહ્યા છે

ગતરોજ મોડી સાંજે કંપનીમાં કામ કરતા કામદારો કંપનીના ગેટ બહાર આવી પોતાની માંગણીઓ સંદર્ભે દેખાવો કર્યા હતા. કંપનીમાં કામ કરતા કામદારોનો આક્ષેપ છે કે કંપની દ્વારા પરપ્રાંતિઓને નોકરી પર  રાખીને સ્થાનિકોને અન્યાય કરવામાં આવી રહ્યો છે.

જે કામદારો વર્ષોથી કંપનીમાં કામ કરી રહ્યા છે તેઓની કાયમી ધોરણે નિમણૂક કરાતી નથી. કામદારોના જણાવ્યા મુજબ જે ૩૬ કામદારોની યાદી આપી છે તે કામદારોને કાયમી કરવાની માંગ હજુ સુધી સંતોષાઇ નથી કંપની દ્વારા પોલીસને બોલાવી કામદારોને દબાવવાના પ્રયાસો કરાતા હોવાના પણ આક્ષેપો કર્યા હતા. સરકારના ધારાધોરણ મુજબ કામદારોને જે સુવિધાઓ પ્રાપ્ત થવી જોઈએ તે પણ થતી ન હોવાના આક્ષેપો કર્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ કંપનીમાં કામ કરતા કામદારોના પડતર પ્રશ્નોનું શું નિરાકરણ આવે છે તે તો આવનારો સમય બતાવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here