New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/02-9.jpg)
ભરૂચના પાલેજ રેલવે સ્ટેશનથી થોડે દુર સવારે ૧૧ વાગ્યાની આસપાસ એક બાવળનું વૃક્ષ ધરાશાયી થઇ રેલવે ટ્રેક ઉપર પડતા થોડીવાર માટે ટ્રેન વ્યવહારને અસર થવા પામી હતી.
સોમવારે સવારે પાલેજ રેલવે સ્ટેશનથી થોડે દુર ૩૪૯ કીમી પાસે એક બાવળનું વૃક્ષ કોઇક કારણોસર રેલવે ટ્રેક પર પડતા દોડધામ મચી જવા પામી હતી. વૃક્ષ ધરાશાયી થવાની જાણ રેલવે તંત્રને થતા ઘટના સ્થળ પર પહોંચી ધરાશાયી થયેલું વૃક્ષ ટ્રેક પરથી હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. વૃક્ષ ધરાશાયી થવાના પગલે ગુજરાત એકસપ્રેસ ટ્રેન પાલેજ ખાતે થોભાવાઇ હતી. ટ્રેક પરથી વૃક્ષ હટાવ્યા બાદ ગુજરાત એકસપ્રેસ ટ્રેન રવાના કરાઇ હતી. વૃક્ષ ધરાશાયી થયું તે સમયે કોઇ ટ્રેન પસાર થતી ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.