પ્રમુખ સ્વામી મહારાજ નો પાર્થિવદેહ પંચમહાભૂત માં વિલીન
BY Connect Gujarat17 Aug 2016 1:18 PM GMT

X
Connect Gujarat17 Aug 2016 1:18 PM GMT
અશ્રુઓ નો દરિયો અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે અંત્યેષ્ટિ માં લાખો ભક્તો હીબકે ચઢયા
પ.પુ.સંત શ્રી પ્રમુખ સ્વામી મહારાજ ની અંત્યેષ્ટિ વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી,મહંત સ્વામી શ્રી એ મુખાગ્નિ આપી હતી,લાખો ભક્તો ની રડતી આંખો ની સામે બાપા નો પાર્થિવ દેહ પંચમહાભૂત માં વિલીન થયો હતો.

તારીખ 13મી ના રોજ સાંજે બાપ્સ ના વડા શ્રી પ્રમુખ સ્વામી મહારાજે અંતિમ શ્વાસ લીધા હતા,અને તારીખ 17મી બુધવાર સુધી તેઓ ના નશ્વરદેહ ના અંતિમ દર્શન ભક્તો કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા સાથે રાખવામાં આવ્યો હતો.જયારે આજરોજ બપોર ના સમયે બાપા ની અંતિમવિધિ કરવામાં આવી હતી.
તારીખ 17મી બુધવાર ના રોજ સંપૂર્ણ હિન્દુ વિધિ મુજબ સંતો ના શ્લોક અને મંત્રોચ્ચાર સાથે મહંત સ્વામીએ અક્ષર નિવાસી પ્રમુખ સ્વામીને મુખાગ્નિ આપી હતી.બાપાની અંતિમ વિદાય માં સંતો મહંતો , દેશ વિદેશ થી લાખો ની સંખ્યામાં ભક્તો પધાર્યા હતા અને પ્રમુખ સ્વામી મહારાજ ના અંતિમ દર્શન કરીને હીબકે ચઢયા હતા.

બાપા ની અંત્યેષ્ટિમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ,ભાજપના વરિષ્ટ નેતા એલ.કે.અડવાણી,મુખ્યમંત્રી વિજય રૂપાણી,કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલી,યોગ ગુરુ બાબા રામદેવ,જુદા જુદા ધર્મ ના ગુરુઓ,કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલ સહિત ના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા અને બાપાની અંતિમ આરતી પણ કરી હતી.

પ્રમુખ સ્વામી મહારાજ ને પંચામૃતથી સ્નાન કરાવીને ચંદનનું તિલક કરવામાં આવ્યુ હતુ, તેમજ બાપાને ઠાકોરજીના દર્શન પણ કરાવવામાં આવ્યા હતા. બાપની અંતિમ ઈચ્છા મુજબ જ અંતિમ વિધિ માં સામાન્ય લાકડાનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ચંદન નું લાકડુ પ્રતીક સ્વરૂપે જ મુકાયુ હતુ.પોતાના પવિત્ર જીવન અને નિઃસ્વાર્થ સેવાથી લાખો કરોડો લોકોના હૃદય માં અનન્ય આદર પામેલા વિશ્વ વંદનીય સંત શ્રી પ્રમુખ સ્વામી મહારાજ નો પર્થિવદેહ પંચમહાભૂત માં વિલીન થતા અશ્રુઓ ની ધારા વહી હતી.
આ દુઃખદ ઘડીમાં આવેલા ભક્તો માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી,અને પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.
Next Story