સાબરકાંઠા : પ્રાંતિજ નજીક ઇકો કાર કેનાલમાં ખાબકી

New Update
સાબરકાંઠા : પ્રાંતિજ નજીક ઇકો કાર કેનાલમાં ખાબકી

સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઇવે આઠ પર પ્રાંતિજ ના પીલુદરા પાટીયા નજીક ઇકો કાર કેનાલમાં ખાબકી હતી તો કારમાં સવાર બે ને ગંભીર ઇજાઓ થતાં ૧૦૮ મારફતે સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

હિંમતનગર તરફથી ફુલ ઝડપે આવતી ઇકો કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા પ્રાંતિજ નેશનલ હાઇવે આઠ પીલુદરા પાટીયા પાસે રોડની સાઈડમાં આવે કેનાલમાં ઇકો કાર ખાબકી હતી ઇકો કાર ચાલક તથા ઈકો માં બેઠેલ મહિલાના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી તો આજુબાજુમાંથી પસાર થતાં લોકોને અકસ્માત અંગેની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇકો ચાલક અને કારમાં સવાર મહિલાને ઇકો માંથી બહાર કાઢી ૧૦૮ ને ફોન કરાતા ૧૦૮ ધટના સ્થળે દોડી આવી હતી તો બન્ને ઇજાગ્રસ્તોને હિંમતનગર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં તો ઇકો કાર સાબરકાંઠાના ભિલોડાના હોવાનું જાણવા મળ્યું છે.

તો એકબાજુ રોડ ના કામને લઈને ધુળ ની ડમરીઓ કે આડાઅવળા વળાંક કે પછી ઉભા કરેલ પીલ્લરોને લઇને રોજબરોજ ના અકસ્માતોમાં વધારો થયો છે. ત્યારે રોડ કોન્ટ્રાક્ટરો દ્વારા વાહન ચાલકોની સલામતી માટે ના કોઇ પગલાં ભરવામાં ના આવતા આ અકસ્માતોમાં ધરખમ વધારો થયો છે.

Latest Stories