/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/09/unnamed-28.jpg)
તાજેતરમાં જ સુજીત સરકારની ફિલ્મ ‘પિંક’ રીલિઝ થઇ છે. આ ફિલ્મના ચારેબાજુથી ખૂબ જ વખાણ થઇ રહ્યા છે. જોકે, હજી સુધી લોકોને ફિલ્મનું નામ પિંક કેમ પસંદ કરવામાં આવ્યું તે અંગે જાણ નથી.
મોટાભાગે લોકો માને છે કે પિંક મહિલાઓનો કલર છે અને આ ફિલ્મ મહિલાઓ વિશે હોવાથી તેને પિંક નામ આપવામાં આવ્યું છે. જોકે, આ સત્ય નથી.
સુજીત સરકારે જણાવ્યું હતું કે લોકો ફિલ્મ જોઇને સમજી જશે કે પિંકનો સાચો અર્થ શું થાય. પણ લોકો ફિલ્મ જોયા બાદ પણ પિંકનો સાચો અર્થ સમજી શક્યા નહી.
ભારત સિવાયના કેટલાક દેશોમાં પિંકનો અર્થ પ્રોસ્ટીટ્યુશન સાથે જોડાયેલો છે. કોઇ સ્ત્રી સાથે જબરદસ્તી સંબંધ બાંધવો તેને પિંક કહેવામાં આવે છે.
ફિલ્મની વાર્તામાં તાપસી તન્નુ મિનલ અરોરાનો રોલ નિભાવી રહી છે. જે પોતાની બે ફ્રેન્ડસ સાથે દિલ્હીમાં જોબ કરીને સ્વતંત્ર જીવન જીવે છે.
મિનલની ઓળખાણ કોઇ કોમન ફ્રેન્ડ મારફતે એક પોલિટિશ્યનના ભત્રીજા રાજવીર સાથે થાય છે. એકવાર તે પોતાની ફ્રેન્ડસ સાથે કોઇ રિસોર્ટમાં જાય છે. ત્યાં રાજવીર તેમજ તેમના મિત્રો પણ આવે છે. અહીં બધા જ સાથે દારૂ પીવે છે.
ત્યારબાદ રાજવીર મિનલ સાથે જબરદસ્તી કરવાનો પ્રયત્ન કરે છે. મિનલ તેને ના કહે છે તેમ છતાં તે જબરદસ્તી કરવાનો પ્રયત્ન કરે છે. આથી મિનલ ગુસ્સે થઇને તેના માથામાં બોટલ મારીને ભાગી જાય છે. ત્યારબાદ રાજવીરનો ઇગો હર્ટ થાય છે. તે મિનલ સાથે બદલો લેવા માટે તેને અને તેની મિત્રોને ધમકાવવાનું શરૂ કરી દે છે.
ફિલ્મમાં બતાવવાં આવ્યું છે કે ભારતમાં એક સ્ત્રીની મરજીને માન આપવામાં આવતુ નથી. અહીં લોકો સ્ત્રીને એટલી સસ્તી સમજે છે કે કોઇ પણ સ્ત્રી સાથે તેની પરવાનગી વગર સંબંધ બાંધવાનો પ્રયત્ન કરે છે. જેમ એક વેશ્યાના ના અને હા નો કોઇ અર્થ રહેતો નથી. તે રીતે જ લોકો દરેક સ્ત્રીને જાણે વેશ્યા સમજતા હોય તેમ તેની હા કે ના ની પરવા કર્યા વિના સંબંધ બાંધવાનો પ્રયત્ન કરે છે. તેથી, ફિલ્મનું નામ પિંક રાખવામાં આવ્યું છે. ફિલ્મના નામમાં જ આખી ફિલ્મનો ભાવાર્થ આવી જાય છે.
મહિલા સશક્તિકરણના મુદ્દાને ઉઠાવતી આ ફિલ્મના ખૂબ જ વખાણ થઇ રહ્યા છે. અમિતાભ બચ્ચન અને તાપસી તન્નુએ પણ ફિલ્મમાં જબરદસ્ત રોલ કર્યો છે.