ફેસબુકના મેસેન્જર દ્વારા હવે કરી શકાશે ગ્રુપ વિડીયો ચેટ

New Update
ફેસબુકના મેસેન્જર દ્વારા હવે કરી શકાશે ગ્રુપ વિડીયો ચેટ

જો આ ક્રિસમસ પર તમે તમારા પરિવાર સાથે ના હોવ તો તાજેતરની ફેસબુકની એપ મેસેન્જર દ્વારા ગ્રુપ વિડીયો ચેટ કરીને તમે પરિવાર સાથે જ હોવાની અનુભુતી કરી શકશો.

ફેસબુકે જણાવ્યુ હતુ કે આ વિડીયો ચેટના ફિચર વિશ્વભરમાં તમામ iOS તેમજ એન્ડ્રોઇડ ઉપકરણોમાં ઉપલ્ભધ કરવામાં આવશે.

આ સાથે વધુમાં જણાવ્યુ હતુ કે આ નવા ગ્રુપ વિડીયો ચેટ માં એક સાથે 6 લોકો સુધી જોડાઈ શકશે તેમજ 50 લોકો અવાજ સાંભળવા માટે જોડાઈ શકશે.તથા 6 લોકો જયારે વિડીયો કોલ પર હોય ત્યારે મુખ્ય કોલર જ બધા સહભાગીઓને જોઈ શકશે.

આ ગ્રુપ વિડીયો ચેટ માટે મેસેન્જર એપ્લિકેશનની તાજેતરની આવૃત્તિની જરૂર રહેશે જેમાં તમારા હાલના ગ્રુપમાં જઈને અથવા નવુ ગ્રુપ બનાવીને સ્ક્રીન પર જમણી બાજુ આપેલ વિડીયો ચિન્હ પર ટેપ કરવાનુ રહેશે.