બનાસકાંઠા : અંબાજીના ત્રિશુલીયા ઘાટ પાસે લકઝરી પલ્ટી : 20થી વધુના મોતની આશંકા

New Update
બનાસકાંઠા : અંબાજીના ત્રિશુલીયા ઘાટ પાસે લકઝરી પલ્ટી : 20થી વધુના મોતની આશંકા

બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક ત્રિશુલીયા ઘાટ પાસે ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસ પલટી જતાં 20થી વધારે મુસાફરોના મોતની આશંકા સેવાઇ રહી છે. આસપાસના રહીશોએ દોડી આવી 40થી વધારે મુસાફરોને સારવાર માટે ખસેડયાં છે. વરસાદી માહોલમાં બસના ડ્રાયવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હોવાની આશંકા સેવાઇ રહી છે.

Advertisment

આસો નવરાત્રીનો પ્રારંભ થતાં માતાજીના તીર્થસ્થાનો ખાતે દર્શન માટે જતાં શ્રધ્ધાાળુઓની સંખ્યામાં વધારો થઇ રહયો છે. ખાસ કરીને અંબાજી ખાતે આવતાં ભકતોની સંખ્યા વધારે રહેતી હોય છે. સોમવારના રોજ સમી સાંજે અંબાજીના ત્રિશુલીયા ઘાટ પાસે ગોઝારો અકસ્માત થયો હતો. જેમાં અંબાજી તરફ જઇ રહેલી ખાનગી લકઝરી બસ પલટી મારી ગઇ હતી. બસ પલ્ટી મારી જતાં તેમાં સવાર 50થી વધારે મુસાફરો બસ નીચે દબાઇ ગયાં હતાં. આસપાસથી દોડી આવેલાં લોકોએ બસ નીચેથી લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માતના સ્થળે ઠેર ઠેર લોહીથી લથબથ હાલતમાં પડેલા મુસાફરો અને દર્દથી કણસતા લોકો જોવા મળ્યાં હતાં. બસમાં સવાર 20થી વધારે મુસાફરોના મોતની આશંકા સેવાઇ રહી છે. 40થી વધારે ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકના દવાખાનાઓમાં ખસેડાઇ રહયાં છે. વરસાદ વરસી રહયો હોવાથી બસના ચાલકે ઢાળ ચઢતી વેળા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હોવાની શકયતાઓ રહેલી છે. વરસાદના કારણે બચાવ અને રાહત કામગીરીમાં વિધ્ન નડી રહયું છે.

Advertisment