/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-344.jpg)
ધાનેરા પાલિકાએ વેપારીઓ પાસેથી ૧૫૦ કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી ને સ્વચ્છ ધાનેરા અને પ્લાસ્ટીક મુક્ત ધાનેરા બનાવવા પાલિકાનું અભિયાન હાથ ધરતા વેપારીઓ માં વ્યાપ્યો ફફડાટ.
ધાનેરા નગરમાં દુકાનદારો તેમજ લારી ગલ્લાવાળા પ્રતિબંધિત પ્લાસ્ટીકનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરતા હોવાથી ધાનેરામાં જ્યાં ત્યાં ઢગલાઓ જોવા મળતા હતા જેથી પાલિકાના ચિફ ઓફિસરે ધાનેરાને પ્લાસ્ટીક મુક્ત ધાનેરા બનાવવાનૂ અભિયાન હાથ ધરતાં પ્રથમ દિવસે ૧૫૦ કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કર્યો હતો સરકારની અવાર નવાર પ્લાસ્ટીક મુક્ત સહેર બનાવવા માટે પાલિકાઓને સુચનો કરવામાં આવી રહ્યા છે. અને તેમ છતાં આ બાબતે પાલિકાઓ દ્વારા રહેમનજર રાખવામાં આવતી હોવાના કારણે આ પ્રતિબંધિત પ્લાસ્ટીક મોટા પ્રમાણમાં પલાસ્ટિક ધાનેરામાં ઉપયોગ થતો હતો. જેથી ધાનેરામાં તાજેતરમાં આવેલ નગરપાલિકાના ચિફઓફિસર એસ.એમ.અન્સારીએ ધાનેરાને સ્વચ્છ ધાનેરા અને પ્લાસ્ટીક મુક્ત ધાનેરા બનાવવા માટે પાલિકાના કર્મચારીઓ સાથે બેઠક કરીને મંગળવારે પ્રતિબંધિત પ્લાટીક બાબતે શ્પેશ્યલ ટીમ બનાવી ઝુંબેસ હાથ ધરવામાં આવી હતી. જેમાં વિવિધ દુકાનદારો પાસેથી દંડ પેટે ૪૧૦૦૦ વસુલ કરવામાં આવ્યા હતા. આ અંગે પાલિકાના કે.એસ.બારોટે જણાવ્યુ હતુ કે ધાનેરામાં પ્રતિબંધિત પ્લાસ્ટીક રાખનાર લોકો ની સામે પ્રથમ દિવસે દંડનિય કાર્યવાહી કરવામાં આવેલ છે અને જો બીજી વખત ઝડપાસે તો તેમની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે અને વધુમાં જણાવેલ કે ધાનેરાના તમામ વેપારીઓ પણ ધાનેરાને પલાસ્ટીક મુક્ત ધાનેરા સ્વચ્છ ધાનેરા બનાવવામાં સહકાર આપે તે જરુરી છે.