બનાસકાંઠાના લાખણી તાલુકાના લીંબાઉ ગામમાં ૬ વર્ષની માસૂમ બાળકી પર એક નરાધમે નજર બગાડી હતી. બાળકી સાથે દુષ્કર્મ કરવાના ઈરાદે નરાધમ તેને ફોસલાવીને એકાંતમાં લઈ ગયો હતો. જો કે તેની કરતૂતો લોકોની નજરમાં આવતાની સાથે જ હવસખોર ત્યાંથી નાસી છૂટ્યો હતો.

બાળકીને પૂછતાં તેને ૧૦ રૂપિયાની લાલચ આપી નરાધમ દ્વારા ફોસલાવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. માસૂમ બાળકી પર નજર બગાડી દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમ સામે લોકોએ ફિટકાર વરસાવ્યો હતો.

આ સમગ્ર મામલે દિયોદર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તુરંત એક્શનમાં આવી ગણતરીના કલાકોમાં જ નરાધમ આરોપી ચેતન પંડ્યાની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY