Top
Connect Gujarat

બાયડના ડેમાઈ ગામ નજીક ટ્રક-ટ્રેલર પલટી : ટ્રક-ક્લીનર બંન્નેવ ઘાયલ

બાયડના ડેમાઈ ગામ નજીક ટ્રક-ટ્રેલર પલટી : ટ્રક-ક્લીનર બંન્નેવ ઘાયલ
X

ટ્રક-ટ્રેલર પલટી જતા ટ્રાફિકજામ ના દ્રશ્યો સર્જાયા

મોડાસા-નડિયાદ રાજ્યધોરી માર્ગ સતત ભાર વાહક વાહનો થી ધમધમી રહ્યો છે. ટ્રક-ટ્રેલર,ટેન્કર અને ડમ્પર ચાલકો બેફામ ગતિએ હંકારતા સતત અકસ્માતનો ભોગ નાના વાહનચાલકો અને રાહદારીઓ બની રહ્યા છે. ભાર વાહક ચાલકોની બેફિકરાઈ ભર્યા ડ્રાઇવિંગ અનેક લોકોનો ભોગ લીધો છે.

બાયડના ડેમાઈ નજીક આવેલા પેટ્રોલપંપ પાસે નડિયાદ તરફથી સોફ્ટ પાવડર ભરી આવતા ટ્રક-ટ્રેલરના ચાલકે પુરઝડપે હંકારી સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી ટ્રક-ટ્રેલર ને પલટી ખવડાતા ભારે અફરા-તફરી મચી હતી. સદનસીબે ટ્રક ચાલક અને ક્લિનરના શરીરે સામાન્ય ઈજાઓ પહોંચતા સદનસીબે જાનહાની ટળતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ટ્રક-ટ્રેલર પલ્ટી જતા ટ્રકમાં રહેલો માલસામાન વેરવિખેર થઈ ગયો હતો ટ્રક-ટ્રેલર પલટી જતા ટ્રાફિકજામ ના દ્રશ્યો સર્જાયા હતા.

Next Story
Share it