/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/rtyt.jpg)
અરવલ્લી જીલ્લામાં મેઘરાજાએ રીસામણા લેતા ખેડૂતો અને પ્રજાજનોની હાલત કફોડી બની છે જીલ્લાવાસીઓ ચાતક નજરે આકાશ તરફ મીટ માંડી મેઘમહેર થાય તેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે પ્રજાજનોએ મેઘરાજાને રીઝવવા પ્રભુ શરણ લીધું છે
બાયડના તાલુકાના વાંટડા-કાવઠ ગામે મેધમહેર માટે શિવજી મંદિરમાં ગર્ભગૃહ પાણીથી તરબોળ કરી શિવલિંગ ને પાણીમાં ડુબાડી પ્રાર્થના કરી હતી મોડાસા તાલુકામાં લીંભોઇ ગામે વરુrણદેવને રીઝવવા પર્જન્ય યજ્ઞ યોજ્યો હતો જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો
અરવલ્લી જીલ્લામાં વાયુ ઈફેક્ટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં અને પ્રજાજનોમાં ખુશીની લહેર પ્રસરી હતી ચોમાસાનો વિધિવત પ્રારંભ થયા પછી જીલ્લામાં સતત બે દિવસ મેઘમહેર યથાવત રહ્યા પછી અચાનક મેઘરાજા જાણે રીસામણાં લીધાં હોય તેમ મોડાસા તાલુકા જિલ્લા સહિત ગુજરાત ભરમાંથી ગાયબ થઈ જતાં હાલતો વગર વરસાદે જગતના તાત સહિત સોવકોઇ ચિંતીત જોવા મળી રહ્યા છે.
બાયડના તાલુકાના વાંટડા-કાવઠ ગામે આવેલ મહાદેવ શિવજીના મંદિરમાં શિવલિંગ ને પાણીમાં ડુબાડી અને ભગવાન ભોળા શિવ પાસે સારા વરસાદ ની માંગણી કરી હતી તો મંદિર પાસે વરસાદ માંગવા માટે રામધૂન પણ બોલાવી હતી અને ગ્રામજનોએ ભગવાન શિવ પાસે વરસાદ આપવા માટે આજીકા કરી હતી.
મોડાસા તાલુકાના લીંભોઇ ગામે ગ્રામજનોએ એકઠા થઈ પર્જન્ય યજ્ઞ યોજ્યો હતો જેમાં વરુણદેવ ને રીઝવવા પ્રજાજનોએ પ્રભુને પ્રાર્થના અને આજીજી કરી હતી.