બોલિવૂડમાં અક્ષય કુમારે શાહરૃખને પછડાટ આપી

New Update
બોલિવૂડમાં અક્ષય કુમારે શાહરૃખને પછડાટ આપી

ખાન ત્રિપુટીની રેસમાં શાહરૃખ ખાનનું સ્થાન અક્ષય કુમારે લઇ લીધું હોવાની ચર્ચા છે. આ વાતનો પુરાવો અક્ષયની ફિલ્મના આંકડા આપી રહ્યા છે. અક્ષય પાસે 2018માં પેડમેન, 2.0, અને ગોલ્ડ ફિલ્મો છે. તેમજ 2019માં પણ તેની જોલી એલએલબી 3, કેસરી, હાઉશફુલ 4, મુગલ અને ક્રેક ફિલ્મો પણ લાઈનમાં છે.જ્યારે શાહરૃખ પાસે હાલ એક જ ફિલ્મ હોવાની ચર્ચા છે.

હાલમાં જ શાહરૃખે અક્ષય સાથે ફિલ્મમાં કામ કરવાનો ઇન્કાર કર્યો હતો. સમય કરતાં સોથો વધુ મોટો ખેલાડી કોઇ નથી. હાલ રૃપેરી પડદે અક્ષય કુમારની બોલબાલા છે. ટિકિટબારી પર તે રાજ કરી રહ્યો છે. સલમાન ખાન પણ અક્ષય કુમારને સફળ અભિનેતા માની રહ્યો છે.