/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/most-famous-actor-akshay-kumar-wide.jpg)
ટોચના એક્શન અને કોમેડી સ્ટાર અક્ષય કુમારનો 50મો જન્મ દિવસ છે. બોલીવુડમાં રિલાયલીટી પર બનેલી ફિલ્મો થકી અક્ષયે વર્તમાન સમયમાં ચાહકોનાં દિલમાં પોતાની અલગ ઓળખ બનાવી છે.
પંજાબના અમૃતસરમાં જન્મેલો અક્ષય કુમારને કલાકાર બનવાની ઇચ્છા હોવાથી નાની વયે એ મુંબઇ આવી ગયા અને ડોન બોસ્કો જેવી પ્રતિષ્ઠિત સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.
લશ્કરી અધિકારીનો પુત્ર હોવાથી એનામાં પહેલેથી શિસ્ત ભાવના હતી. સ્કૂલના ભણતર દરમિયાન એને માર્શલ આર્ટસમાં રસ પડયો અને એક પછી એક કલા નિપુણ બન્યા હતા. ટેક્વાન્ડો, કરાટે, કુંગ ફુ વગેરેમાં નિષ્ણાંત થયા અને વધુ સઘન ટ્રેનિંગ માટે હોંગકોંગ તથા બેંગકોક જઈને ત્યાં થોડો સમય બાવર્ચી તરીકે પણ કામ કર્યું હતુ.
ત્યારબાદ અભિનયમાં રસ પડતા મુંબઇ પાછા આવીને 1990ના દાયકામાં એક્શન સ્ટાર તરીકે કામ શરૃ કર્યું. તેઓની ખિલાડી સિરિઝની ફિલ્મો હિટ નીવડી હતી. ધીરે ધીરે એ મેઇન સ્ટ્રીમ ફિલ્મો તરફ વળ્યા અને આજે તેઓએ સફળતાનાં શ્રેષ્ઠ શિખર સ્તર કરી રહ્યા છે.