New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/a6befe73-8a1e-4869-9971-95dfe45aa4db.jpg)
સ્થાનિક તરવૈયાની મદદથી લાશને બહાર કાઢી, લાશને પી.એમ માટે ભરૂચ સિવિલ મોકલાઈ
ભરૂચ જિલ્લાના કાસદ ગામે નહેરમા ન્હાવા પડેલા બે યુવાનોના મોત થયા હતાં. ઘટના અંગેની જાણ ભરૂચ પોલીસને થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ચોમાસાની સીઝન હોવા છતાં ઉકળાટ ભરેલા વાતાવરણને કારણે ભરૂચ જિલ્લાના કાસદ ગામના બે યુવાનો નહેરના ન્હાવા માટે ગયા હતાં. જોત જોતામાં નહેરમાં થોડા સમય ન્હાયા પછી બન્ને યુવાનોની લાશ પાણી ઉપર તરતી જોવા મળી હતી. નહેર પાસેથી પસાર થઈ રહેલા યુવાનોએ આ ઘટના અંગે ગામના સરપંચને જાણ કરી હતી. સરપંચ દ્વારા સ્થાનિક તરવૈયાની મદદથી બંન્ને લાશને બહાર કાઢી હતી. ઘટના અંગે ભરૂચ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ બન્ને યુવાનોના મૃતદેહ મેળવી મૃતદેહ ને પી.એમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.