/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/jay-ambe.png)
ભરૂચ જય અંબે સ્કૂલ દ્વારા ભણતા વિધાર્થી તથા શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકોના વિકાસ અને પ્રવૃત્તિમાં નિપુણતા આવે તે ઉદ્દેશથી શાળાના આચાર્ય અને ટ્રસ્ટીગણ દ્વારા અવાર નવાર માર્ગદર્શન સેમિનાર કરવામાં આવે છે. તેના ભાગ રૂપે 'મંથન' નામનો એક સેમિનાર સોમવારના રોજ યોજાયો હતો.
આ સેમિનારમાં પિયુષભાઈ જોષી તથા પરેશભાઈ પટેલ દ્વારા શિક્ષકોને સ્કૂલમાં બાળકો સાથે કેવો વ્યવહાર કરવો, કેવી રીતે તેમને ભણતરમાં માર્ગદર્શન પૂરૂં પાડવું અને કઈ રીતે બાળકોમાં વ્યક્તિવનું ચિંતન કરવું જેવા અતિમહત્વના વિષય પર જાણકારી આપવામાં આવી હતી. શાળા મેનેજમેન્ટના ચેરમેન એમ.એસ જોલી તથા ટ્રસ્ટી યોગેશભાઈ પારિક, ચેતનભાઈ તથા પ્રશાંતભાઈ દ્વારા શાળાના શિક્ષકો નવા શૈક્ષણિક વર્ષમાં ઉત્તરોતર પ્રગતિ કરી શાળાનું નામ શૈક્ષણિક ક્ષેત્રે મોખરે રહે તેવી ભાવનાથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.