/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/dfgfdg-2.jpg)
ભરૂચના ભોલાવ ખાતે એક મકાનમાં મોટી જંગલી શાહૂડી અચાનક ધૂસી જવાની ઘટનાને પગલે ઘરના તમામ સભ્યો સહિત ફળીયાના તેમજ ગામના લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું.શાહૂડી ઘરમાં ધૂસવાની ઘટનામાં ભરૂચના ભોલાવ ગામે રહેતા સોલાભાઇએ તેમના ઘરમાં રાતે આશરે ૧.૩૦ કલાકની આસપાસ એક મોટી જંગલી શાહૂડી ઘૂસી હોવાની અને તેના કારણે ઘરમાં ભયનું વાતાવરણ ફેલાયું હોવાની જાણકારી ફ્રેન્ડસ ઓફ એનીમલ્સ વેલફેર ટ્રસ્ટ ટીમ ભરૂચના મેમ્બર મનોજભાઇ સોલંકીને ટેલીફોન કરી આપી હતી. શાહૂડી ઘરમાં ધૂસ્યાની જાણ થતાં જ મનોજભાઇ સોલંકી,યોગેશ મિસ્ત્રી તેમજ કામધેનું ગૌરક્ષક સમિતીના સભ્ય જયરામભાઇ ભોલાવ ગામે ધસી આવ્યા હતા.તેમણે ભારે જહેમત અને રાજ પટેલના માર્ગદર્શનથી આખરે આ મોટી શાહૂડીને પકડી લઈ તેને સલામત સ્થળે છોડવા માટે કવાયત હાથધરતા ગ્રામજનો સહિતનાએ તેમનો આભાર માન્યો હતો.