ભરૂચના વડદલા પાસે આવેલ ક્વીન ઓફ એન્જલ સ્કૂલે RTE હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ ના આપતા વિવાદ

New Update
ભરૂચના વડદલા પાસે આવેલ ક્વીન ઓફ એન્જલ સ્કૂલે RTE હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ ના આપતા વિવાદ

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ નોટીસ આપવા છતાં પણ મચક ના આપી

ભરૂચમાં ખ્રિસ્તી મીશનરીની શાળાઓ તેમના આપખુદશાહી વહિવટના કારણે અવાર–નવાર વિવાદના વમળોમાં ઘેરાયેલી રહે છે. વડદલા ખાતે આવેલ ક્વીન ઓફ એન્જલ સ્કૂલે સરકારના આર.ટી.ઈ. નિયમ હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ ના આપતા વિવાદ છેડાયો છે. વાલીઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને ફરીયાદ કરવા છતાં શાળા સંચાલકો મચક ના આપતા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

વિદ્યાર્થીનીઓના કપાળે ચાંદલો કરવો, બંગડી પહેરવી કે પછી હાથમાં મહેîદી મૂકવા જેવા વિષયોમાં ભરૂચની ખ્રિસ્તી મિશનરી શાળાઓ વિવાદમાં ઘેરાયેલી રહે છે. આ વખતે સરકારના નિયમોને ઘોળીને પી જવાના મામલે આ શાળાઓ વિવાદમાં ફસાઈ છે.

ગરીબ વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં સારૂં શિક્ષણ મેળવી શકે તે માટે ‘રાઈટ ટુ એજ્યુકેશન’ એક્ટ સરકારે અમલમાં મૂકયો છે. જેમાં કોઈપણ શાળાએ પહેલા ધોરણમાં ૫ચ્ચીસ જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પ્રવેશ આપવાનો હોય છે. વિદ્યાર્થીઓની યાદી વાલીઓની સંભવિત પસંદગીના આધારે સરકાર દ્વારા નક્કી કરાતી હોય છે અને સરકાર દ્વારા જ વિદ્યાર્થીઓને જે તે શાળામાં પ્રવેશના હુકમ કરતી હોય છે. જાકે પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ફી સરકાર સીધી શાળાને ચૂકવતી હોય છે.

ભરૂચ નજીક વગુસણા ગામના ૧પ જેટલા બાળકોને વડદલા ખાતે આવેલ ક્વીન ઓફ એન્જલ સ્કૂલમાં પ્રવેશ આપવા માટે સરકારે હુકમો જારી કર્યા હતા. પરંતુ શાળા સંચાલક મંડળે પ્રવેશ મેળવવા ગયેલ વાલીઓને વીલા મોઢે પાછા કાઢી પ્રવેશ આપ્યો ન હતો. વાલીઓએ આ અંગે સીધા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને ફરીયાદ કરતા તેમણે શાળાને નોટીસ ફટકારી હતી. આમ છતાં પણ ક્વિન ઓફ એન્જલના સંચાલક મંડળે પોતાની લઘુમતી શાળા હોય અને તેમનું એસોસીએશન આ મુદ્દે કોર્ટમાં ગયું હોવાનો દાવો આગળ ધરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની નોટીસને પણ ઘોળીને પી ગયા હતા અને પ્રવેશ આપવાની ના પાડી હતી. જેને લઈ આખો મામલો ગાંધીનગર પહોંચ્યો છે.

ઉલ્લેખનીય છે કે આર.ટી.ઈ. હેઠળ બાળકોએ ૧૩મી મે સુધીમાં જે તે શાળામાં પ્રવેશ મેળવી લેવાનો છે. તેવામાં ક્વિન ઓફ એન્જલ સ્કૂલે સરકારના નીતિ નિયમોને નેવે મૂકી પ્રવેશ આપવાની ના પાડતા વગુસણા ગામના ૧પ બાળકોના વાલીઓ પોતાના સંતાનના શૈક્ષણિક ભાવિને લઈને ફફડી રહ્યા છે.

ક્વીન ઓફ એન્જલમાં નેવું ટકા વિદ્યાર્થીઓ લઘુમતી સિવાયના – દુષ્યંતસિંહ સોલંકી (વિશ્વ હિન્દુ -પરિષદ અગ્રણી)

ક્વીન ઓફ એન્જલ સ્કૂલના સંચાલકો પોતાની શાળાને ખ્રિસ્તી લઘુમતી શાળા ગણાવે છે. પરંતુ આ શાળામાં મોટાભાગના વિદ્યાર્થી ખ્રિસ્તી લઘુમતી સિવાયના છે. જેમની પાસેથી મોંઘીદાટ ફી સુલવામાં આવેછે. જા શાળા આર.ટી.ઈ. હેઠળ ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા ના માંગતી હોય તો સરકારે પણ સામે ખ્રિસ્તી લઘુમતી બાળકોને જ શાળામાં ભણાવી શકાશે બિન ખ્રિસ્તીઓને નહીં તેવા હુકમ કરવા જાઈએ અને બિનખ્રિસ્તી સમાજે પણ પોતાના સંતાનોને આવી શાળામાં નહિં મૂકવા જાઈએ.

સેન્ટ ઝેવિયર્સ ગ્રાન્ટેડ શાળા હોવા છતાં વાલીફંડના નામે નાણાં ઉઘરાવતી હોવાની ફરીયાદ

ભરૂચની પાંચબત્તી નજીક આવેલ સેન્ટ ઝેવિયર્સ ગ્રાન્ટેડ શાળા હોય વિદ્યાર્થીઓ પાસેથી કોઈ પ્રવેશ ફી કે ટર્મ ફીના નામે નાણાં લઈ શકે નહિં. આમ છતાં શાળા સંચાલકો વાલીફંડના નામે રૂપિયા ૧પ૦૦ વિદ્યાર્થી દીઠ ઉઘરાવતા હોવાની ફરીયાદ ઉઠી છે. જે વાલી રૂપિયા ૧પ૦૦ ના ચૂકવે તેમને વિદ્યાર્થીના પ્રમાણપત્ર આપવાની ના પાડી દેતા મામલો શિક્ષણાધિકારીની કચેરીમાં પહોંચ્યો છે.

મનાઈ હુકમ ન હોવા છતાં સ્કૂલની દાદાગીરી–વિજય ઠાકોર (ઠાકોર સમાજ અગ્રણી)

આર.ટી.ઈ. હેઠળના નિયમમાંથી બાકાત રહેવા ભલે લઘુમતી શાળા એસીસીએશને કોર્ટનો રાહ અપનાવ્યો હોય પરંતુ કોર્ટ મનાઈ હુકમ ના આપે ત્યાં સુધી કોઈપણ લઘુમતી શાળા આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ આપવાની ન પાડી શકે નહીં. જા મનાઈ હુકમ મળયો હોય અથવા લઘુમતી શાળાની તરફેણમાં કોર્ટે ચુકાદો આપ્યો હોય તો જ શાળા પ્રવેશ આપવા માટે ઈનકાર કરી શકે છે. પરંતુ એવો કોઈ મનાઈ હુકમ નથી અને ચુકાદો પણ આવ્ય નથી તેવા સંજાગોમાં શાળાએ પ્રવેશ આપવો જ પડે.

વિદ્યાર્થી નાપાસ થતા કાઢી મૂકાયો

અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં શિશુ–૧થી ધોરણ ૮ સુધી અભ્યાસ કરનાર વિદ્યાર્થી ધો.૮માં નાપાસ થતા શાળાએ તેના વાલીને બોલાવી લિવીંગ સર્ટી હાથમાં પકડાવી કાઢી મૂકતા વિવાદ છેડાયો છે. એ પહેલાં પોતાના સંતાનને નાપાસ કરાતા તેના વાલી પેપર ચેક કરવા માટે જતા તેમની સાથે ઉધ્ધતાઈભર્યું વર્તન કરી કાઢી મૂકાતા તેઓ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે ગયા હતા. જેમાં શિક્ષણાધિકારીએ શાળાને નોટીસ આપ્યા બાદ પણ વિદ્યાર્થીને એલ.સી. પકડાવી કાઢી મૂકી શાળા સંચાલકોએ તંત્રને પડકાર્યું છે.