ભરૂચની પાંચ વિધાનસભા બેઠકનાં ઉમેદવારોની ભાજપે પસંદગી કવાયત શરૂ કરી

New Update
ભરૂચની પાંચ વિધાનસભા બેઠકનાં  ઉમેદવારોની ભાજપે પસંદગી કવાયત શરૂ કરી

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારી પસંદગીની કવાયત શરૂ કરવામાં આવી છે, અને નિરીક્ષકોની એક ટીમ ભરૂચ ખાતે આવી પહોંચી હતી.

publive-image

ભરૂચની પાંચ વિધાનસભા બેઠકનાં ભાજપનાં ઉમેદવારોની પસંદગી માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના ભાગ રૂપે પ્રદેશ ભાજપનાં નિરીક્ષકોની એક ટીમ ભરૂચ આવી પહોંચી હતી.

publive-image

જેમાં કેબિનેટ મંત્રી ગણપત વસાવા, વડોદરા પૂર્વ સાંસદ બાલુ કૃષ્ણ શુક્લ, અને અમદાવાદનાં કોર્પોરેટર મધુબેન પટેલનો સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લાની પાંચ બેઠક માંથી 3 બેઠકોનું નિરીક્ષકો દ્વારા કાર્યકરોને સાંભળીને ઉમેદવારી પસંદગી માટેની કવાયત શરુ કરી છે.

publive-image

Read the Next Article

ભાવનગર : કાયદો-વ્યવસ્થાની દશા પર આપનું બેસણું, પ્રદેશ મંત્રી સહિત કાર્યકરોની અટકાયત કરતી પોલીસ

AAPના આક્ષેપ મુજબ, શહેરમાં ખુલ્લેઆમ દારૂ, ગાંજો, સરસ અને ડ્રગ્સ જેવા નશીલા પદાર્થનું વેચાણ ચાલી રહ્યું છે, જેના કારણે સામાન્ય જનતા સુરક્ષિત નથી

New Update
  • કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી

  • આપ દ્વારા યોજાયુ વિરોધ પ્રદર્શન

  • કાયદો વ્યવસ્થાનું યોજાયું બેસણું

  • પ્રદેશ મંત્રી સહિત કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત

  • પોલીસે આપના કાર્યકર્તાઓની કરી અટકાયત  

ભાવનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર બેસણું યોજવામાં આવ્યું હતું,અને આ વિરોધ પ્રસંગે પોલીસ દ્વારા આપના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

ભાવનગર આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા એક મહિનાથી સતત લોકપ્રશ્નો અને સરકારની નીતિઓ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. પ્રદેશ મંત્રી મહીપાલસિંહ ઝાલાની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થાના બગાડને લઈને વિશેષ બેસણું યોજાયું હતું. AAPના આક્ષેપ મુજબશહેરમાં ખુલ્લેઆમ દારૂગાંજોસરસ અને ડ્રગ્સ જેવા નશીલા પદાર્થનું વેચાણ ચાલી રહ્યું છેજેના કારણે સામાન્ય જનતા સુરક્ષિત નથી. નાના-મોટા વિવાદમાં નિર્દોષ લોકો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલા થઈ રહ્યા છેહત્યાના ગુનાઓ વારંવાર બનવા લાગ્યા છે.

અસામાજિક તત્વો નિર્દોષ નાગરિકોને ભયના ઓથામાં જીવવા મજબૂર કરી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. આક્ષેપોની વચ્ચેAAP કાર્યકરોએવૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે’ ની ધૂન સાથે આટાભાઈ ચોકથી રૂપાણી સર્કલ સુધી રેલી યોજી અને ગાંધીજીના પૂતળા પાસે કાયદાનું પ્રતિકાત્મક બેસણું રાખ્યું હતું. કાયદો હવે ભાવનગરમાંમૃત્યુ પામ્યો” હોવાનો સંદેશ આપવા બેઠેલા કાર્યકરોને ઘોઘારોડ પોલીસે પ્રદેશ મંત્રી સહિત કાર્યકરોની અટકાયત કરી હતી.