Connect Gujarat
ગુજરાત

ભરૂચ:પશ્ચિમ વિસ્તારના સિટીઝન કોમ્પલેક્ષના ત્રીજા માળની ગેલેરી ધરાશાયી, ૪ લોકોને રેસક્યૂ કરાયા

ભરૂચ:પશ્ચિમ વિસ્તારના સિટીઝન કોમ્પલેક્ષના ત્રીજા માળની ગેલેરી ધરાશાયી, ૪ લોકોને રેસક્યૂ કરાયા
X

ફ્લેટ જર્જરીત હાલતમાં હોવાથી ગેલેરી

તૂટી પડી હતી

ભરૂચના મોહંમદપુરા વિસ્તારમાં આવેલા સિટીઝન

કોમ્પલેક્ષના ત્રીજા માળની ગેલેરી બુધવારની મોડી રાત્રે ધરાશાયી થવાની ઘટના બનવા

પામી હતી.

એકાએક મકાનની ગેલેરી ઘડાકાભેર ધરાશાયી થવાની ઘટનાના

પગલે મકાનમાં રહેલ પરિવાર હેબતાઇ ગયું હતું અને તેમણે બચવા માટે બુમરાણ મચાવી હતી.પરિવારની

બુમરાણના પગલે આસપાસના રહીશો એકત્રીત થયા હતા અને ઘટનાની જાણ ભરૂચ ફાયર બ્રિગેડને

કરાતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઇ હતી.ફાયરની ટીમે મકાનમાં ફસાયેલા ૪

લોકોને સીડીની મદદથી હેમખેમ રેસ્ક્યૂ કર્યાં હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ

જાનહાની ન થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.

Next Story