ભરૂચ: બામસેફનો બે દિવસીય ટ્રેનર તાલીમ કાર્યક્રમ યોજાયો

New Update
ભરૂચ: બામસેફનો બે દિવસીય ટ્રેનર તાલીમ કાર્યક્રમ યોજાયો

ભરૂચ ખાતે બામસેફ ટેનર તાલીમનો બે દિવસીય તાલિમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં મહારાષ્ટ્ર,પંજાબ,છત્તીસગઢ,દિલ્હી અને ગુજરાતના બામસેફ ઇંસાફના કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.

Advertisment

બામસેફના આ કાર્યક્રમમાં બામસેફના રાષ્ટ્રિય અધ્યક્ષ પી.સી.કુંભારે, મહાસચિવ નક્ષત્રસિંગ,ઇન્સાફના રાષ્ટ્રીય અધ્યક્ષ આર.એલ.ઝાંઘડે,મહામંત્રી આર.એસ.ટોકે તથા બીજા અન્ય કાર્યકર્તા મળી ૫૦ જેટલા તાલીમાર્થીઓએ હાજરી આપી હતી.

બે દિવસ ભારતદેશની સંસદીય પ્રણાલી તથા ભારત દેશમાં હાલની પ્રવર્તમાન સ્થિતિ તથા ભવિષ્યની સ્થીતી બાબતે વિસ્તૃત તાલીમ બામસેફના પૂર્વ અધક્ષ બહેચરભાઇ રાઠોડ દ્વારા આપવામાં આવી હતી.

Advertisment