ભરૂચમાં આશાવર્કરની બહેનોએ કલેકટર કચેરી ખાતે કર્યા સુત્રોચ્ચાર

New Update
ભરૂચમાં આશાવર્કરની બહેનોએ કલેકટર કચેરી ખાતે કર્યા સુત્રોચ્ચાર

ભરૂચમાં આશાવર્કરની બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈને ભૂખ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. અને કલેકટર કચેરી ખાતે તંત્ર વિરુદ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર કરીને ન્યાયની માંગણી કરી હતી.

ભરૂચ આશાવર્કરની બહેનોએ સમાન કામ, સમાન વેતન, પગાર વધારો સહિતની વિવિધ માંગણીઓમાં અગાઉ તંત્ર દ્વારા માત્ર ખોટા આશ્વાસનો મળતા હાલમાં કલેકટર કચેરી સામે ભૂખ હડતાલ પર બેઠા છે.

બહેનોએ તંત્ર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને પોતાની પડતર માંગણીઓ માટે ખોટા આશ્વાસન નહિ પરંતુ નક્કર પરિણામની માંગણી કરી હતી.