ભરૂચ શહેર તથા જિલ્લામાં સોમવારના રોજ બકરીઇદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વરસાદના કારણે ભરૂચના ઇદગાહના મેદાન ખાતે દર વર્ષે થતી નમાઝ આ વખતે થઇ શકી ન હતી. મુસ્લિમ બિરદારોએ એકબીજાને પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
ભાઈચારો અને પ્રેમના પર્વ એવા બકરી ઈદની મુસ્લીમ બિરાદરો દ્વારા શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.વરસાદી માહોલ હોવાના કારણે ભરૂચના ઐતિહાસિક ઈદગાહ મેદાન ખાતે ઈદની નમાજ રદ્દ કરવામાં આવી હતી.તેથી ભરૂચની મસ્જીદોમાં ઈદની વિશેષ નમાજ મુસ્લીમ બિરદારોએ અદા કરી અમન માટેની દુઆ ગુજારી હતી.નમાજ બાદ મુસ્લીમ બિરાદરો એ એકબીજા ને ઈદ મુબારક પાઠવી હતી.ભરૂચમાં બકરી ઈદ ના પર્વ ની ઉજવણી શાંતિપૂર્ણ માહોલ માં થાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે વિશેષ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.