ભરૂચ - અંકલેશ્વરમાં પોલીસકર્મીઓએ મતદાન કર્યુ

New Update
ભરૂચ - અંકલેશ્વરમાં પોલીસકર્મીઓએ મતદાન કર્યુ

ગુજરાત રાજ્ય વિધાનસભા ચૂંટણી દરમિયાન ખડે પગે ફરજ બજાવનાર પોલીસકર્મીઓ માટે મતદાન યોજવામાં આવ્યું હતુ.

ભરૂચ જિલ્લા તાલીમ કેન્દ્ર પોલીસ મુખ્ય મથક અને અંકલેશ્વર શહેરની જીનવાલા સ્કૂલ ખાતેનાં મા શારદા ભવનમાં પોલીસકર્મીઓ માટે વિધાનસભા ચૂંટણી માટેનાં મતદાન પ્રક્રિયા યોજવામાં આવી હતી.

પોલીસકર્મીઓએ બેલેટ પેપર પર વોટ કરીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

પોલીસકર્મીઓની ચૂંટણી પ્રક્રિયામાં પોલીસકર્મીઓ,હોમગાર્ડ જવાનો તેમજ ગ્રામરક્ષક દળનાં જવાનોએ મોટી સંખ્યામાં મતદાન કર્યુ હતુ. આ પ્રસંગે ચૂંટણી તંત્ર દ્વારા દરેક પાર્ટીનાં પ્રતિનિધિઓને ઉપસ્થિત રાખીને મતદાન પ્રક્રિયાને સફળ બનાવી હતી.