ભરૂચ : અંકલેશ્વર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું

New Update
ભરૂચ : અંકલેશ્વર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું

સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ, અંકલેશ્વર દ્વારા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિના ભાગરૂપે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીના ભાગરૂપે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિક ન વાપરવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.રેલ્વે કર્મચારી તથા સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટના સભ્યો દ્વારા સફાઈ અભિયાન તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. રેલ્વે સ્ટેશન ખાતે આવતા મુસાફરોમાં જાગૃતતા લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ભરૂચ, અંકલેશ્વર અને નર્મદા જિલ્લાના સંયોજક આર.પી.ગુપ્તા, એચ.ટી.પ્રસાદ, અંકલેશ્વર રેલ્વે સ્ટેશન માસ્ટર મકવાણા તેમજ મોટી સંખ્યામાં સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનના સભ્યો, રેલ્વેના અધિકારીઓ તેમજ સફાઈ કર્મચારીઓ જોડાયા હતા.

Latest Stories