/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/4Aq3NkHS.jpg)
આમોદ તાલુકાના સમની પાસે સૂડી પાટિયા બસની રાહ જોઈને ઉભેલા યુવાનને પુરપાટ ઝડપે આવી રહેલ કારે અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું છે.
સૂડી ગામના વતની ૪૫ વર્ષીય દિલીપ ભીખા વાળંદ સવારે ૭ કલાકે પોતાની પુત્રને શાળાએ મુકવા જતા હતા. દરમ્યાન સૂડી ગામ જવાના પાટિયા પાસે બસની રાહ જોઈ રહયા હતા તે જ અરસામાં આમોદ તરફથી કાર નંબર. UK 08 AR 4922 પુરપાટ ઝડપે આવી બસની રાહ જોઈ ઉભેલા બે ઈસમોને અડફેટે લેતા ૪૫ વર્ષીય દિલીપ ભીખા વાળંદને ગંભીર ઇજાઓને પગલે તેમનું મોત નીપજ્યું હતું.
જયારે અન્ય એકને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે શાળાએ જવા ઉભેલી પુત્રીનો સદનસીબે આબાદ બચાવ થયો હતો. બીજીબાજુ કારમાં સવાર ત્રણ લોકોને ઇજા થતા સારવાર માટે અમોદની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કેસની તાપસ ઇન્ચાર્જ પી.એસ.આઈ. કે.વી. બારીયા ચલાવી રહયા છે.