ભરૂચના આમોદ-સરભાણ માર્ગ પર આવેલ રોધ ગામ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 3 યુવાનોના કરૂણ મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચના આમોદ-સરભાણ માર્ગ પર આવેલ રોધ ગામ નજીકથી પસાર થઇ રહેલ એક કાર ચાલકનો અચાનક સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા અથવા કોઇ અન્ય કારણોસર કાર પલટી જતા ગમખ્વાર અકસ્માતમાં સર્જાયો હતો. અકસ્માતને પગલે કારમાં સવાર ૩ યુવાનોના કરૂણ મોત નિપજ્યા હતા. અન્ય ૩ને ઇજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

અકસ્માતમાં મોતને ભેટનારાઓમાં મુખતાર અબ્બાસઅલી સઁયદ, મહંમદ સાદીક શેખ, નીતીન શુરેશ સરીતા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય ૩ ઇજાગ્રસ્તોના નામઠામ જાણવા મળ્યા નથી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો ખુરદો બોલી જવા પામ્યો હતો. અકસ્માત સંદર્ભે આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY