/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/03/sddefault.jpg)
બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના ભોલાવ વિસ્તાર માં આવેલ કોલેજ રોડ થી તુલસીધામ તરફ જતા માર્ગ ઉપર એસ.વી.એમ કોલેજ નજીક થી આજ રોજ સવારે ઝાડેશ્વર વિસ્તાર ના એક ઈશમની હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવતા ભારે ખળભળાટ મચ્યો હતો.
ભરૂચ ના ઝાડેશ્વર ચામુંડા માતા ના મંદિર ના પાછળ અરુનોદય સોસાયટી વિસ્તાર માં રહેતા એવા ૩૩ વર્ષીય કલ્પેશ ભાઈ વિઠ્ઠલ ભાઈ પટેલનાઓ સુરત એક દુકાન માં નોકરી કરતા હોય તેઓના ઘરે થી સવારના સમયે સાઇકલ લઇ નીકળ્યા હતા.દરમિયાન એસ.વી.એમ કોલેજ રોડ પાસે થી તેઓની ઇજાગ્રસ્ત હાલત માં લાશ મળી આવી હતી.લોહીલુહાણ હાલત માં રસ્તા ઉપર કલ્પેશ ભાઈની લાશ ને લઇ ને કોઈ એ તેઓને ઈજાઓ પહોંચાડી હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. તો બીજી તરફ ઘટના અંગે ની જાણ કલ્પેશ ભાઈ પટેલ ના પરીવાર જનો ને કરતા પરીવાર જનો એ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા રસ્તા ઉપર લોહિયાળ અવસ્થા માં કલ્પેશ ભાઈ ની લાશ જોતા તેઓના પરીવાર જનો હેબતાઇ ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે ભરૂચ માં હોળી ધુળેટી પર્વ પહેલા સવારના સમય થી યુવાનની હત્યા અંગેના સમાચાર એ ભારે ખળભળાટ મચાવ્યો હતો અને આખરે શું કારણ હોઈ શકે કલ્પેશ ભાઈની હત્યાનો તે અંગે ભારે ચર્ચા એ જોર પકડ્યું હતું. તો બીજી તરફ બનાવ અંગેની જાણ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક માં થતા પોલીસે ઘટના સ્થળ ઉપર દોડી જઇ મૃતક લાશ નો કબ્જો મેળવી લાશ ને પી એમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા ની તજવીજ હાથ ધરી હતી.