/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/dLS5sVYq.jpg)
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પૂ. ભાગવત પ્રસાદ સ્વામીની અધ્યક્ષતામાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચના જંબુસર તાલુકાના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે વખતો વખત ધાર્મિક પ્રસંગો, ઉત્સવો ઉજવાતા હોય છે. આ સહિત સામાજિક, શૈક્ષણિક કાર્યો થકી સમાજમાં સારી સુવાસ ફેલાયેલી છે. મહંત સ્વામી મહારાજના જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ ભગવત પ્રસાદ સ્વામીની અધ્યક્ષતામાં મહંત સ્વામી મહારાજની જન્મજયંતીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સત્સંગી બાળકો દ્વારા રજૂ કરાયેલ "જન્મ દિવસના અભિનંદન" ભક્તિ ગીત થકી સૌ કોઈ ભાવુક થયા હતા.
આવનાર દિવસોમાં માં અંબાની આરાધનાનું શક્તિ પર્વ નવરાત્રી શરૂ થવાનું હોય ત્યારે જંબુસર BAPS સ્વામિનારાયણ મંદિર ઘ્વારા “ભક્તિ પર્વ” તરીકે ઉજવવામાં આવશે, જેમાં વિડીયો-શો, સત્સંગ, સંતોની વાણીનો લાભ, રમત ગમત, ગરબા જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સતત ૯ દિવસ સુધી યોજાશે તો તેનો લાભ લેવા સૌને જાહેર આમંત્રણ પણ પાઠવાયુ છે.