Top
Connect Gujarat

ભરૂચ તાલુકા તલાટી મંડળ દ્વારા વિદાયમાન અને સન્માન સમારંભ યોજાયો

ભરૂચ તાલુકા તલાટી મંડળ દ્વારા વિદાયમાન અને સન્માન સમારંભ યોજાયો
X

ભરૂચ તાલુકા તલાટી મંડળ તરફથી ઇન્ચાર્જ ટી.ડી.ઓ ભૂપેન્દ્રસિંહ ઝરીયા તથા તલાટી સૈયદભાઈ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો.સાથે ભરૂચ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ ભરતભાઈ મિશ્રાની ભરૂચ જિલ્લા પંચાયત કર્મચારી મહામંડળના પ્રમુખ તેમજ મેલસિંગભાઈ વસાવા ભરૂચ જિલ્લા પંચાયત કર્મચારી મહામંડળના મહામંત્રી તરીકે વરણી થતાં તેમનો સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો.

[gallery td_gallery_title_input="ભરૂચ તાલુકા તલાટી મંડળ દ્વારા વિદાયમાન અને સન્માન સમારંભ યોજાયો" td_select_gallery_slide="slide" size="large" ids="94204,94205,94206,94207,94208,94209,94210,94211,94212,94213"]

આ સન્માન સમારોહમાં ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ નવીનભાઈ પટેલ, ટી.ડી.ઓ બી.એચ.મકવાણા, ભરૂચ જિલ્લા પંચાયત કર્મચારી મહામંડળ માજી પ્રમુખ બેચરભાઈ રાઠોડ, ભરૂચ જિલ્લા તલાટી મંડળ તથા માજી ઉપપ્રમુખ ગુજરાત રાજ્ય તલાટી મંડળ ચેરપર્સન વિક્રમસિંહ રાજ, માજી મહામંત્રી કાયસ્થભાઈ તથા ભરૂચ તાલુકા તલાટી મંડળના માજી પ્રમુખ જગદીશભાઈ પટેલ સહિત ટેકનિકલ કર્મચારી,મહામંડળ વગેરે મહાનુભવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it