ભરૂચ: પાલેજ નજીક હોટલ પંચવટીમા મગર આવી ચઢતા હાથ ધરાયું રેશ્ક્યુ

New Update
ભરૂચ: પાલેજ નજીક હોટલ પંચવટીમા મગર આવી ચઢતા હાથ ધરાયું રેશ્ક્યુ

આજ રોજ સવારે ૮:૩૦ વાગ્યાના સુમારે ભરૂચના પાલેજ નજીક આવેલા હોટલ પંચવટીમા વન્યજીવ મગર આવી જતા તેની જાણ હોટલના માલીક દ્વારા વનવિભાગને કરવામા આવી હતી.

Advertisment

ત્યારબાદ વનવિભાગના આરએફઓ મહેન્દ્રસિંહ કઠવાડીયા તેમજ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ ન તથા કામધેનુ ગૌરક્ષા સમિતિ તેમજ અંકલેશ્વરના જિવદયા પ્રેમિ સંજય પટેલને જાણ કરતા ઘટના સ્થળે પંહોચી ૫ ફુટ લાંબા વન્યજીવ મગરને રેસ્કયુ કરવામા આવ્યો હતો.

જોકે આ મગર હાઇવે ઉપરની હોટલ સુધી કેવી રીતે પહોંચ્યો તે પણ તપાસનો વિષય છે. હાલમા તો આ મગરને વનવિભાગ સ્થિત રેવા નર્સરી નિલકંઠેશ્વર ભરૂચ ખાતે ઓબર્ઝવેશનમાં રાખવામા આવેલ છે.તેના ફિટનેશ ચેકઅપ બાદ તેને સરદાર સરોવરના ક્રોક હેબિટેટ એરિઆમાં મુકત કરવામાં આવશેનું જાણવા મળી રહ્યું છે.

Advertisment