ભરૂચ : પ્રેમ લગ્ન કરનારી બહેનની હત્યા કરનારા બે સગા ભાઇઓ ઝડપાયાં

New Update
ભરૂચ : પ્રેમ લગ્ન કરનારી બહેનની હત્યા કરનારા બે સગા ભાઇઓ ઝડપાયાં

પોતાની બહેને પ્રેમ લગ્ન કરી લેતાં  સમાજમાં બદનામીના બીકે સગા ભાઇઓએ બહેનને પાઇપના સપાટા

Advertisment

મારી હત્યા કરી નાંખી હતી. આ ચકચારી ઘટનામાં પોલીસે બંને હત્યારા ભાઇઓને ઝડપી પાડી

જેલના સળિયા પાછળ ધકેલી દીધાં છે. 

ઝઘડીયા તાલુકાના હીંગોળીયા ગામમાં રહેતા અને લેબ ટેકનીશયન તરીકે ફરજ બજાવતાં

હેમંત નરપત વસાવાએ એક વર્ષ પહેલા સરસ્વતી વસાવા સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં.

સરસ્વતી વસાવા જંબુસર તાલુકાના ટુંડજ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ

બજાવતી હતી. પ્રેમ લગ્ન કરી લેનારી સરસ્વતી સામે તેના જ પરિવારનો વિરોધ હતો. બહેન તથા

Advertisment

બનેવીને સમાધાનના નામે રાજપારડી બોલાવી બંને પર સરસ્વતીના ભાઇઓએ જીવલેણ હુમલો

કરતાં સરસ્વતીનું મોત થયું હતું જયારે હેમંત વસાવાને ઇજા પહોંચી છે. ઓનર કીલીંગના

આ ચકચારી કિસ્સામાં પોલીસે હત્યા બાદ નાસતા ફરતા બે સગાભાઇઓ મહેશ શુકલ વસાવા અને

અતુલ શુકલ વસાવાની ધરપકડ કરી છે. 

બનાવ અંગે ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ

કરવામાં આવ્યો છે. 

Advertisment