ભરૂચ: ભૃગુઋષિ ઓવર બ્રિજ ઉપર અજાણ્યા વાહનની અડફેટે બે મહિલા પોલીસકર્મિ સહિત ૩ ઘાયલ

New Update
ભરૂચ: ભૃગુઋષિ ઓવર બ્રિજ ઉપર અજાણ્યા વાહનની અડફેટે બે મહિલા પોલીસકર્મિ સહિત ૩ ઘાયલ

ભરૂચ જૂની મામલતદર કચેરી નજીકના ભૃગુઋષિઓવર બ્રિજ ઉપર અજાણ્યા વાહનની અડફેટે બ્રિજ ઉપરથી પોતાના વાહન પર પસાર થતી બે મહિલા પોલીસ કર્મી અને અન્ય એક યુવાન ગંભીર રીતે ઘવાતા તેમને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.

ભરૂચ જૂની મામલતદાર કચેરી,કોર્ટ રોડ ઉપર આવેલા ભૃગુઋષિ ઓવર બ્રિજ ઉપરથી પોતાનું વાહન લઈપસાર થતી બે મહિલા પોલીસકર્મીઓને કોઇ અજાણ્યા વાહને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે મહિલા પોલીસકર્મી વર્ષાબેન ગોહિલ તથા વૈશાલીબેન રાઠોડ સહિત એક યુવાનને પણ ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. જયાં બે મહિલા કર્મીઓની હાલત વધુ ગંભીર બનતા તેમને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા. અકસ્માતને પગલે ભૃગુઋષિ ઓવરબ્રિજ ઉપર ટ્રાફીકજામના દ્રષ્યો સર્જાયા હતા. જો કે હાલમાં આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે હજુ જાણી શકાયું નથી. આ બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસે આ અકસ્માત કોણે અને કેવી રીતે સર્જાયોની વધુ તપાસ હાથધરી છે.