ભરૂચ મહંમદપુરા રોડ પર આવેલ દહેગામ મોબાઈલની દુકાન માથી મોબાઈલ સહિતની સામગ્રી ઉપર હાથફેરો કરી તસ્કરો ફરાર

0
364

ભરૂચના પશ્ચિમ વિસ્તાર મહંમદપુરા ખાતે આવેલ દહેગામ મોબાઇલની દુકાને તસ્કરોએ નિશાન બનાવી તેમાંથી રોકડ તથા લાખોના માલ સામાનની ચોરી કરી ફરાર થયાની ઘટના પ્રકાશમાં આવી છે.ચોરી કરનાર તસ્કરો સી.સી.ટી.વીમાં કેદ થવા પામ્યા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મહંમદપુરા ખાતે આવેલ દહેગામ મોબાઇ શોપમાં દુકાનનું છાપરૂ કાપી બખોલું પાડી અને તસ્કરોએ બારીમાંથી દુકાનમાં પ્રવેશી દુકાનના ગલ્લામાં રહેલ રૂપિયા ૨૦ હજાર રોકડા સહિત લાખોની મત્તાનો હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા. જોકે ચોરીને અન્જામ આપતા તસ્કરો દુકાનમાં રહેલ સી.સી.ટી.વી કેમેરામાં કેદ થઈ ગયા હતા. આ ચોરીની ઘટનાના પગલે મહંમદપુરા સર્કલ નજીકના તમામ દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો. આ ઘટના ની જાણ ભરૂચ બી-ડિવિઝન પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી સી.સી.ટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરૂ મેળવવાની કવાયત હાથધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here