ભરૂચ: રોહિત સમાજના તેજસ્વી તારલાઓ અને સમાજના મહાનુભવોનો સન્માન સમારંભ યોજાયો

New Update
ભરૂચ: રોહિત સમાજના તેજસ્વી તારલાઓ અને સમાજના મહાનુભવોનો સન્માન સમારંભ યોજાયો

ભરૂચમાં આવેલા આંબેડકર ભવન ખાતે સંત શિરોમણી રૈદાસ અને યુગાવતાર ડો.આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ અને શિક્ષણ સમિતિ આયોજીત રોહિત સમાજના તેજસ્વી તારલાઓ અને સમાજના મહાનુભાવોનો સન્માન સમારંભ યોજાયો હતો.

Advertisment

જેમાં માં મણીબા ચેરીટેબલ ટ્રસ્ટ નવેઠાના સ્થાપક અને સામાજીક કાર્યકર ધનજીભાઈ પરમારની ઉપસ્થિતમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું.આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ છગન ગોડી ગજબાર, પ્રભુદાસ મકવાણા, બેચર રાઠોડ, એ.પી રોહિત, ધર્મેશ પરમાર સહિત મોટી સંખ્યામાં સમાજના આયોજકો અને તેજસ્વી વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં.

Advertisment